દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ (કોવિડ-૧૯)માં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં, કોરોનાના ૪૨૭૦ નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન આ જીવલેણ રોગને કારણે ૧૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. ૪૨૭૦ નવા કેસ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૪,૩૧,૭૬,૮૧૭ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં રવિવાર સુધીમાં એન્ટિ-કોરાના રસીના ૧,૯૪,૦૯,૪૬,૧૫૭ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગેની માહિતી આપી હતી.
૧૬ જોન્યુઆરી ૨૦૨૧ ના રોજ દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ ગયા વર્ષે ૨ ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. કોવિડ-૧૯ રસીકરણનો બીજો તબક્કો ૧ માર્ચ, ૨૦૨૧ ના ??રોજ ૬૦ વર્ષથી વધુ વયના લોકો અને ૪૫ વર્ષથી વધુ વયના બીમાર લોકો માટે શરૂ થયો હતો.
૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ અભિયાન ૧ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ શરૂ થયું હતું. ગયા વર્ષે ૧ મેથી, ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને એન્ટિ-કોરોના રસી લેવાની મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે ૩ જોન્યુઆરીથી ૧૫-૧૮ વર્ષની વયજૂથના કિશોરોનું રસીકરણ શરૂ થયું હતું. દેશમાં આ વર્ષે ૧૬ માર્ચથી ૧૨-૧૪ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.