અમદાવાદમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.. સતત વધી રહેલા કેસોએ ચિંતાનો માહોલ સર્જ્યો છે.. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૧ નવા કેસ નોંધાયા છે.. અને છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છે.. સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ ૨૦ વર્ષીય યુવકનું કોરોનાથી મૃત્યુ થયું છે. અમદાવાદમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૪૦૧ પર પહોંચી ગઈ છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૯૫ કેસ નોંધાયા છે.ગઈકાલે રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના ૧૦૮ નવા કેસ નોંધાયા હતા.. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૩ દર્દીઓ સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.
ભાવનગર શહેરમાં કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા છે. ૨૯ વર્ષીય યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ૬૫ વર્ષીય પુરુષ પણ કોરોનાથી સંક્રમિત થયો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંને દર્દીઓને ઘરે જ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, ૨ દર્દીઓને કોરોના મુક્ત થયા બાદ રજા આપવામાં આવી છે. દેશની વાત કરીએ તો, દેશમાં કોવિડ-૧૯ ના સક્રિય કેસોની સંખ્યા ૪૩૦૨ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ ના ૨૭૬ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૮૧ દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં ૩૨૮૧ કોવિડ-૧૯ દર્દીઓ સ્વસ્થ થયા છે.








































