છેલ્લા ૧૫ વર્ષથી દીવ નગરપાલિકામાં શાસન કરી રહેલી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના કુલ ૯ કાઉન્સિલરોમાંથી ૭ કાઉન્સિલરો શનિવારે ભારતીય જનતા પાર્ટીનું દામન પકડી લીધું. કાઉન્સિલરો ઉપરાંત ડઝનબંધ સમર્થકોએ પણ ભાજપની સાથે જવાનો નિર્ણય કર્યો છે. તાજેતરના પક્ષપલટા પછી નગરપાલિકામાં કોંગ્રેસની બેઠકોની સંખ્યા ઘટીને માત્ર બે થઈ ગઈ છે.
દીવના ઘોઘલા ખાતે યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસના સાત કાઉન્સિલરો હરીશ કાપડિયા, દિનેશ કાપડિયા, રવિન્દ્ર સોલંકી, રંજન રાજુ વણકર, ભાગ્યવંતી સોલંકી, ભાવનાગ દુધમલ અને નિકિતા શાહના વિધિવત રીતે ભાજપમાં જાડાઈ ગયા હતા. દાદરા – નગર હવેલી અને દમણ દીવના પ્રભારી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિજય રાહટકરે પાર્ટીમાં કાઉન્સિલરોનું સ્વાગત કર્યું હતું. ૬ મહિના પહેલા દાદરા-નગર હવેલી અને દમણ – દીવના વહીવટીતંત્રે કોંગ્રેસ શાસિત દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ હરીશ સોલંકીને સસ્પેન્ડ કરી દીધા હતા. રાહટકરનું કહેવું છે કે કાઉન્સિલરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપની ‘વિકાસની રાજનીતિ’ને સમર્થન આપવા માટે ભાજપમાં જાડાયા છે.
સાત કાઉન્સિલરોએ પાર્ટી છોડી દેતાં કોંગ્રેસે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં બહુમતી ગુમાવી છે. વર્ષ ૨૦૦૭માં પાર્ટીએ અહીં ચૂંટણી જીતી અને ૨૦૧૨, ૨૦૧૭માં પણ સફળતા દોહરાવી હતી. ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસે ૧૩માંથી ૧૦ બેઠકો જીતી હતી. જ્યારે ભાજપના ખાતામાં માત્ર ૩ સીટો આવી શકી. હાલમાં હિતેશ સોલંકી અને તેમના ભાઈ જીતેન્દ્ર સોલંકી જ કોંગ્રેસના કાઉન્સિલર તરીકે છે. ઉપપ્રમુખ રહેલા મનસુખ પટેલનું ગયા વર્ષે નવેમ્બરમાં મોત થયું હતું.
સોલંકીએ કોંગ્રેસના કાઉન્સિલરોના પક્ષ પરિવર્તન માટે પટેલને ઘેર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘૨૦૧૭માં જ્યારે તેમની નિમણૂક પ્રશાસક તરીકે થઈ ત્યારથી દીવનું રાજકારણ બદલાઈ ગયું છે. કાઉન્સિલરોએ મને જાણ કરી કે તેમના પર પક્ષ બદલવા અથવા પરિણામ ભોગવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું છે કે એમની પાસે પ્રશાસક અને ભાજપાની વિરુદ્ધ લડવાની તાકાત નથી, જે રીતે હું લડી રહ્યો છું. આવી સ્થિતિમાં તેમની પાસે કદાચ ભાજપમાં જાડાવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મહ¥વની બાબત એ છે કે સોલંકીને પ્રમુખ પદેથી હટાવ્યા બાદ તેમને યુટીમાં સિવિક બોડી માટે એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમજ પ્રમુખ અને ઉપાધ્યક્ષ પદ માટે હજુ ચૂંટણી યોજાઈ નથી.