તાજેતરમાં ૮૪ કડવા પાટીદાર સમાજે માગણી કરી કે દીકરીનાં લગ્નમાં માતાપિતાની સંમતિ જરૂરી છે. જો સંમતિ ન હોય તો દીકરીને સંપત્તિમાંથી દૂર કરાય. હવે પ્રશ્ન એ થાય કે આ માગણી કડવા પાટીદાર સમાજની છે તો તેમાં અન્ય પંથીના વક્તાઓનું શું કામ? તેઓ કેવી રીતે હિન્દુ સમાજના પાટીદાર સમાજ વિશે મત આપી શકે? આ પંથમાં શું બીજા પંથના લોકોની દખલ ચલાવી લેવાશે?
આ વિષય પર ઠાકોર સેના, કરણી સેના, બ્રહ્મ સમાજ વગેરે હિન્દુ સમાજના અંગભૂત દરેક સમાજ ચિંતિત છે. એટલું જ નહીં, ગુજરાતમાં કહેવાતા પ્રબુદ્ધ લોકો લવ જિહાદની પ્રત્યે આંખ આડા કાન કરે છે પરંતુ કેરળમાં ખ્રિસ્તીઓની દીકરીઓ પણ લવ જિહાદનો ભોગ બને છે. તાજેતરમાં જ કેરળ હાઇકાર્ટમાં કેસ આવ્યો હતો જેમાં જોઇસના મેરી જાસેફ શેજીન નામના મુસ્લિમને પરણી. અને પરણી કેવી રીતે? માત્ર એકબીજાને ફૂલમાળા પહેરાવીને! (આ પણ ફિલ્મવાળાઓએ મગજમાં ભરાવી દીધું છે કે હિન્દુ કે ખ્રિસ્તી લગ્ન તો માત્ર ચૂટકીભર સિંદૂર સેંથામાં પૂરવાથી કે માત્ર મંગળસૂત્ર પહેરાવવાથી, કે એકબીજાને ફૂલમાળા પહેરાવવાથી થઈ શકે. કોઈની હાજરી ન હોય તો ચાલે. દુષ્યંત-શકુંતલાના પણ ગાંધર્વલગ્ન થયાં હતાં પરંતુ ત્યારે ક્યાં ખબર હતી કે આવાં ગાંધર્વલગ્નનો ફાયદો બદમાશો ઉઠાવશે?) જોઈસનાનાં માતાપિતાએ હેબિયસ કાપર્સ કરી તો કેરળ ઉચ્ચ ન્યાયાલયે તેમાં દખલ દેવા ના પાડી દીધી. તે દીકરીએ તેનાં માતાપિતા સાથે વાત જ નહોતી કરી. જોઇસના સાઉદીમાં કામ કરતી હતી ત્યાંથી બીજા કોઈ સાથે સગાઈ કરવા આવી હતી. અને શેજીન સાથે આ રીતે પરણી ગઈ. ઇવન, શાસક સીપીએમના નેતા થિરુવમ્બદી જ્યાર્જ એમ. થોમસે પણ કહ્યું કે રાજ્યમાં લવ જિહાદ ચાલે છે. પરંતુ પક્ષે ઠપકો આપતા પોતાની ટીપ્પણી પાછી ખેંચી લીધી. થલસ્સેરીના બિશપે પણ કહ્યું કે કેરળમાં આ પ્રકારનાં લગ્ન થઈ રહ્યાં છે. તેમણે જોકે લવ જિહાદ શબ્દ વાપર્યો નહોતો. આમ, આ પ્રકારના છેતરપિંડીવાળાં અને માત્ર પોતાના પંથીઓની સંખ્યા વધારવા માટે કરાતાં લગ્નનો ભોગ હિન્દુ, જૈન, ખ્રિસ્તી, પારસી બધા જ બની રહ્યાં છે. એ અલગ વાત છે કે માત્ર હિન્દુ અને ખ્રિસ્તી સંગઠનો જ આ મુદ્દે બોલી રહ્યાં છે.
કડવા પાટીદાર સમાજની માગણીમાં દીકરીના અધિકારનું કોઈ હનન થતું નથી. જે ફેમિનિસ્ટો આમાં દીકરીના અધિકારના હનનની વાત કરે છે તે ભૂલી જાય છે કે માતા પણ મહિલા જ છે જેણે દીકરીને પોતે ભીનામાં સૂઈ તેને કોરામાં સૂવડાવી છે. તેનું પળેપળ ધ્યાન રાખ્યું છે. તે માતાને જ્યારે દીકરી ભાગી જાય છે ત્યારે સમાજમાં મોઢું બતાવવા જેવું રહેતું નથી. તે અનાજ ન ખાવા જેવી આકરી બાધા લઈ લે છે. એમાંય જ્યારે નડિયાદ જેવો કિસ્સો બને જેમાં દીકરી ફરિયાદ કરે અને પછી કહે કે મારે યાસર સાથે રહેવા જવું છે, એ યાસર, જેના પર તેણે અત્યાચાર કરવાનો આક્ષેપ કર્યો હતો, પોલીસ ફરિયાદ કરી હતી, ત્યારે માતાપિતાને ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થતું હોય છે.
અગાઉ બનાસકાંઠાના દાંતીવાડાનાં ૧૨ ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કુંવારી છોકરીઓના મોબાઇલ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. અહીં એ વાત સાચી કે દીકરીઓના મોબાઇલ પર જ પ્રતિબંધ મૂકવો ન જોઈએ. સંતાન નિર્વિÎન ભણે અને કુસંગે ન ચડી જાય તે માટે દીકરાના મોબાઇલ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ, પરંતુ આમાં પણ ફેમિનિસ્ટો જગત જમાદારી કરે? જો ઈંડા-માંસની લારી પર પ્રતિબંધની વાત આવે તો વ્યક્તિગત જીવનમાં માથું મારનારા તમે કોણ? તેવું કહેનારા આ લેફ્‌ટ- લિબરલ- ફેમિનિસ્ટો માતાપિતાના વ્યક્તિગત જીવનમાં કેમ માથું મારે છે? એમને મોબાઇલ ન આપવો હોય તો ન આપે. એમને વધુ ખબર પડે છે કે મોબાઇલના (સ્માર્ટ ફાન)ના દૂષણથી દીકરા-દીકરીના જીવન પર કેટલી ખરાબ અસર પડે છે. અભ્યાસ બગડે છે. અને દીકરી માબાપને જાણ કર્યા વગર કોઈની કહેવાતી પ્રેમજાળમાં ફસાઈને ભાગી જાય છે.
સ્વયં આઈફાન બનાવનારા સ્ટીવ જાબ્સે પોતાનાં સંતાનોને આઈફાનથી દૂર રાખ્યા હતા. ‘ટાઇટેનિક’ ખ્યાત અભિનેત્રી કેટ વિન્સ્લેટે પોતાનાં સંતાનોને સ્માર્ટ ફાન નહોતો આપ્યો અને તે કહે છે કે સાશિયલ મીડિયાના કારણે માતાપિતા તેમનાં સંતાનો પર અંકુશ ગુમાવી રહ્યાં છે.
કોઈ કહે છે કે માબાપ સંતાનોના સ્વામી થોડાં છે. હા, જ્યાં સુધી સંતાનોને ખબર ન પડે ત્યાં સુધી તેમના વતી નિર્ણય કરવાનો સામાજિક, નૈતિક અને કાયદાકીય અધિકાર માતાપિતાને જ છે. દીકરીને સંપત્તિમાં અધિકાર કાયદાકીય રીતે હશે પણ નૈતિક રીતે રહેતો નથી. આમ પણ, ફરજ તો બધી દીકરો જ નિભાવે છે. બધા વ્યવહારો દીકરો જ કરે છે. માબાપની સેવા દીકરો કરે છે. દીકરી આવી શકતી નથી. અને એ સામાજિક વ્યવસ્થા છે કેમ કે દીકરીને સાસરિયું સાચવવાનું છે. પતિનાં માતાપિતાને સાચવવાનાં છે. દીકરીને લગ્ન વખતે, તે પછી વારેતહેવારે, પ્રસંગોમાં વ્યવહારો કરી
તેનો હિસ્સો અપાય જ છે. તેને તેના સાસરિયા પક્ષ તરફથી મિલકત મળે જ છે. એટલે આના પર પણ પુનર્વિચારની આવશ્યકતા તો છે જ. સંપત્તિમાં અધિકાર જોઈતો હોય તો વારેતહેવારે, પ્રસંગોમાં આણા-મામેરાની પ્રથા બંધ કરવી જોઈએ.
હિન્દી ફિલ્મો-ધારાવાહિકો-વેબસીરિઝમાં પ્રેમ કથાને એટલી રૂપાળી રીતે દેખાડવામાં આવી છે, કપિલ શર્માથી માંડીને સ્ટેન્ડ અપ કામેડીમાં માતાપિતાની અભદ્ર મજાક એટલી કરાય છે કે દિવસે ને દિવસે સંતાન અને માબાપ વચ્ચે ખાઈ વધતી જાય છે. સંતાન માબાપનું અપમાન કરી બેસે છે. અને ‘આજ તક’ ચેનલ જેવી ચેનલોએ સાક્ષી મિશ્રાનો એક તરફી કિસ્સો બતાવીને આવાં સંતાનોને નિસરણી આપી દીધી હતી. એનાં માતાપિતા પર કેવી વિતી હશે?
માત્ર લવ જિહાદ નહીં, પણ હિન્દુ સમાજની અંદર-અંદર કહેવાતા પ્રેમ લગ્નમાં પણ દીકરીને પસ્તાવાનું થાય છે. જે સપનાં જોયાં હોય તે ચકનાચૂર થઈ જાય છે. તે પછી તે ઘરે પાછી આવે છે અથવા સાસરિયે દુઃખી થઈને રહે છે ત્યારે પણ માતાપિતાનું દુઃખ વધે જ છે. એવું નથી કહેતો કે દરેક પ્રેમ લગ્ન નિષ્ફળ હોય છે કે દરેક ગોઠવાયેલાં લગ્ન સફળ હોય છે, પરંતુ બંનેમાં નિષ્ફળતાનું અંતર ઘણું મોટું છે.
ગોઠવાયેલાં લગ્ન માબાપની સંમતિથી, પરિવાર જોઈને, તેની પૃષ્ઠભૂમિ તપાસીને લગ્ન કરાતાં હોય છે. તેમાં સમાજ વચ્ચે હોય છે. કંઈ સમસ્યા થાય તો માબાપ ઠપકો આપી શકે છે. દીકરા અને સાસરિયા પર પણ સામાજિક દબાણ આવે છે. પ્રેમ લગ્નમાં શું કરી શકવાના?
પ્રેમ ક્યારે થાય? મોટા ભાગે ૧૪થી ૨૧ વર્ષની ઉંમર વચ્ચે. એ સમય મુગ્ધતાનો હોય છે. જેની પ્રત્યે પ્રેમ થાય તે મોટા ભાગે સ્કૂલ-કાલેજ કે આજુબાજુ રહેતા હોય અથવા બહેનપણીની બાજુમાં રહેતા હોય, સગાની બાજુમાં રહેતા હોય. એ કાચી સેકન્ડમાં થતા પ્રેમમાં દેહાકર્ષણ વધુ હોય છે. તે સમયે એકબીજા સાથે સારું-સારું જ રાખવામાં આવે. પ્રેમી કોઈ શિકારીની જેમ પ્રેમિકાને મોંઘી ભેટો આપે, કારમાં કે બાઇક પર લોંગ ડ્રાઇવ કરાવે, સ્કૂલ-કાલેજમાં બંક મારીને ફિલ્મ થિયેટરના અંધારા ખૂણામાં કાર્નરવાળી સીટ પર બેસાડીને ફિલ્મ કરતાં અડપલાં વધારે કરવાનાં, કપલ રૂમમાં કે ગેસ્ટ હાઉસમાં લઈ જવાનું, લગ્ન પછી આમ કરશું ને તેમ કરશુંના સોનેરી સપનાં દેખાડવાનાં, પ્રેમિકાની દરેક વાતમાં હાએ હા કરવાની આવું કરતો હોય છે. ઘણી વાર કેટલીક છોકરીઓ પણ કહેવાતા પ્રેમીને રમાડતી હોય છે.
લગ્ન થાય ત્યારે ખબર પડે કે છોકરો તો કંઈ કમાતો જ નથી. અથવા કહેતો હતો તે કરતાં ઓછું કમાય છે. અથવા છોકરીની નજરમાં અપેક્ષા કરતાં હલકો વ્યવસાય છે. (કોઈ વ્યવસાય હલકો નથી હોતો પણ દૃષ્ટિકોણની વાત છે.) તેના અને તેના સાસરિયાના રિવાજો, રીતભાત, રહેણીકરણી, ખાણીપીણીમાં જમીન-આકાશનું અંતર છે. પછી જન્મદિવસ પર મોંઘી ભેટ ન મળે, બહાર જમવા ન લઈ જાય ત્યારે ઝઘડા શરૂ થાય છે. આનાથી ઉલટું એવું પણ થાય કે પ્રેમીનાં સપનાં પણ ચકનાચૂર થઈ જાય. પ્રેમિકાએ બધાં વચન આપ્યાં હોય છે કે તારાં માતાપિતાને મારાં માતાપિતા માનીશ. તમે જેમ કહેશો તેમ રહીશ. રસોઈ જાતે કરીશ. બાળકોનું ધ્યાન રાખીશ. પરંતુ પછી આમાંનું કંઈ ન થાય ત્યારે પ્રેમીને માતાપિતા અને પત્ની વચ્ચે અનુકૂલન સાધવું અઘરું થઈ જાય છે. પ્રેમી સેન્ડવિચ બની જાય છે.
એક અભ્યાસ પ્રમાણે, યુએસ જેવા કહેવાતા વધુ આધુનિક દેશમાં પણ છૂટાછેડાનો દર ૪૦થી ૫૦ ટકા છે, પરંતુ એરેન્જ્ડ મેરેજના છૂટાછેડાનો દર માત્ર ચાર ટકા છે. ભારતમાં ઍરેન્જ્ડ મેરેજના છૂટાછેડાનો દર માત્ર એક ટકા છે. મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે પણ પોતાના એક ચુકાદામાં નોંધ્યું હતું કે પ્રેમ લગ્નમાં છૂટાછેડાનો દર ઊંચો છે.
એક કેસની વિગત જોઈએ. પૂણે સ્થિત પ્રકાશ ભોસલે અને નીલા ફાઇન આટ્‌ર્સમાં અભ્યાસ દરમિયાન પ્રેમમાં પડ્‌યાં. ૨૦૦૩માં લગ્ન કર્યાં. લગ્ન પછી નીલાને ટી.બી. થયો. ડિસેમ્બર ૨૦૦૪માં એટલે કે લગ્નના દોઢ જ વર્ષમાં નીલાને શરીર પર ચકામાં થયાં. નીલાએ ડાક્ટરને બતાવ્યું તો ડાક્ટરે કહ્યું કે તે હર્પીસ છે અને તેને ઍઇડ્‌સનું પરીક્ષણ કરાવવા કહ્યું. આવી સ્થિતિમાં નીલાને સાથ આપવાના બદલે પ્રકાશે નીલાને તેનાં માતાપિતા પાસે ચાલ્યા જવા કહી દીધું! અને ઍઇડ્‌સનો ટેસ્ટ પાઝિટિવ માની છૂટાછેડા માટે યાચિકા કરી દીધી. ફેમિલી કાર્ટે તપાસ કરાવી તો ટેસ્ટ નેગેટિવ આવ્યો.
એટલે પ્રકાશે કહ્યું કે તે તેને પાછી લઈ જવા તૈયાર છે, નીલાએ કહ્યું કે તે પાછી જવા માગતી નથી કારણકે ટેસ્ટ નેગેટિવ ન આવ્યો ત્યાં સુધી પ્રકાશનું વર્તન ખૂબ ખરાબ હતું. તેને બહુ જ પીડા પહોંચાડી છે. પ્રકાશની લાગણી સાચા હૃદયની નથી. જો તે પાછી જશે તો તેનું એ જ વર્તન આવી જશે. ફેમિલી કાર્ટે પ્રકાશને તેની પત્ની નીલાને રૂ. ૩ લાખ નુકસાન પેટે ચૂકવવા કહ્યું તો પ્રકાશે કહ્યું કે તે ફ્રીલાન્સ કલાકાર છે અને તેની પાસે તેની પત્નીને આપવા પૈસા જ નથી! શું ફેમિનિસ્ટોને આવા કહેવાતા પ્રેમ લગ્નમાં પડીને પછી હેરાન થતી દીકરીઓનું દુઃખ નથી દેખાતું? નહીં દેખાય, કારણકે તેમને તો દીકરીઓને માબાપ સામે બંડ પોકારતા જ શીખવાડવું છે. જોવા જેવી વાત એ છે કે તેઓ બીજા કોઈ પંથની મહિલાઓ વિશે ચૂપ રહેશે. ત્યાં તેઓ તેમના હિજાબ જેવા નિયમો પાળવાને તે મહિલાઓની સ્વતંત્રતાનો વિષય માનશે.
jaywant.pandya@gmail.com