(એ.આર.એલ),અમદાવાદ,તા.૧
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે,જેમાં યુવતીને લગ્નની લાલચ આપી એક યુવકે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ છે,યુવતીને એસ.જી હાઈવેની એક હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યુ છે.પહેલા યુવતીએ શારિરીક સંબધ બાંધવાની ના પાડતા યુવકે સિગરેટના ડામ પણ આપ્યા હોવાની વાત સામે આવી છે.
યુવતીના વર્ષ ૨૦૨૨માં છૂટાછેડા થયા બાદ પ્રેમીના સંપર્કમાં આવી હતી,તો અમરાઈવાડીમાં રહેતા મયુર અગ્રવાલ સાથે વર્ષ ૨૦૨૨માં યુવતીનો થયો હતો સંપર્ક,અવાર-નવાર યુવતી અને યુવક મળતા હતા.ત્યારે આરોપી મયુરે યુવતી સાથે સંબંધ બાંધીને ૩૫ હજાર રૂપિયા લઇને
ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી,તો યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સોશિયલ મિડીયાના સંપર્કથી આ યુવક-યુવતી બન્ને સંપર્કમાં આવ્યા હતા અને સોશિયલ મિડીયામાં રેગ્યુલર ચેટ પણ કરતા હતા,ત્યારે યુવકે યુવતીને કહ્યું હતુ કે હુ તારી સાથે લગ્ન કરીશ પરંતુ યુવકનો મિજાજ બદલાતા તેણે બળજબરી પૂર્વક યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ,જેના કારણે યુવતી ગુસ્સે ભરાઈ હતી અને પોલીસના શરણે પહોંચી હતી.
ગોડાદરાની યુવતીનું ઓટો રિક્ષાચાલકે અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ૨૦ વર્ષીય યુવતી મહિધરપુરામાં ઘરકામ કરવા આવતી હતી. મળતી માહિતી પ્રમાણે રિક્ષાચાલકે ૧૬મી તારીખે યુવતીને દિલ્હી ગેટથી પેસેન્જર તરીકે બેસાડી ગોડાદરા ઉતારી આવ્યો હતો. આ વખતે આરોપી રિક્ષાચાલકે યુવતી પાસેથી તેનો નંબર લઈ લીધો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારે યુવતીને કોલ કર્યો હતો, પરંતુ યુવતીએ તેનો ફોન ઉપાડયો નહોતો. આરોપી રિક્ષાચાલકનું નામ મનોજ હોવાનુ સામે આવ્યું છે.