‘મને તો આ છોકરી બહું ગમે છે. હવે મલ્હારને ગમી જાય એટલે બસ. એવા લગ્ન કરીશું કે શહેર આખુ જાતું રહી જાય!’ અનસુયાબહેને છોકરીના ફોટા પર આંખોથી વ્હાલ ઠાલવતા કહ્યું અને ફોટો નગીનદાસને આપ્યો. નગીનદાસ પણ થનારી પુત્રવધુને જાઈ હરખાઈ ગયા. એમણે વાતગડિયાને કહ્યું, ‘ભાઈ, મલ્હાર! એના મિત્રને મળવા ગયો છે. બસ આવતો જ હશે. એકવાર એ તસવીર જાઈ લે એટલે હા જ પાડી દેશે. પછી તમે કાલે ને કાલે જ છોકરા છોકરીને જાવાની વિધિ પતાવી દો. હવે.. મારે રાહ નથી જાવી. મલ્હારને પરણાવી દેવો છે. પછી એયને નિરાંતે વહુના હાથની રસોઈ ખાવી છે. પિસ્તાલીસ વર્ષથી એકના એક હાથની રસોઈ ખાઈ હું તો ઉબાઈ ગયો છું ભાઈ સાહેબ!’
‘તે જાઉં છું પુત્રવધુ કેવીક રસોઈ ખવરાવે છે!’ અનસુયાબહેને ડોળા કાઢતા કહ્યું. વાતગડિયાએ વચ્ચે ટપકું મુક્યું, ‘તમેય ખરા છો. હજુ તો ખેતર લીધું નથી અને શેરડીનો રસ મીઠો હશે કે ખાટો એની ચર્ચામાં પડ્યા છો. પહેલા મલ્હારને છોકરી જાવા દો. વાત નક્કી થવા દો અને લગ્ન થવા દો. પછી આ બધી બબાલ કરજા. અને હા, નગીનદાસ મારે થાય છે મોડુ. તમે ફટાફટ મલ્હારને ફોન કરો. એ જલ્દી આવી જાય.’
નગીનદાસે મલ્હારને કોલ કર્યો. ક્યાંય સુધી રીંગ વાગતી રહી પણ મલ્હારે રિસીવ ના કર્યો.
***
કાળુ ભમ્મર અંધારુ કાળી ડિબાંગ સડકો પર ધીમે ધીમે ઢળી રહ્યું હતું. જાણે કોઈ હબસી એની હબસણ પર ઝુકી રહ્યો હોય એવું લાગતું હતું. ઈન્સ્પેકટર ઝાલા અને કોન્સ્ટેબલ રાઠોડ કમિશ્નર સાહેબના કામ સબબ અમદાવાદથી ગાંધીનગર જઈ રહ્યાં હતા. કોન્સ્ટેબલ લઘુશંકા કરવા ગાડી ઉભી રાખી નીચે ઉતર્યો. ત્યાંજ એના કાને દૂરથી વાગતી મોબાઈલની રીંગ સંભળાઈ. એણે સહજતાથી આસપાસ જાયું. થોડે દૂર માટીમાં એક મોબાઈલ પડ્યો હતો. રાઠોડ એ દિશા તરફ આગળ વધ્યો. એણે મોબાઈલ હાથમાં લીધો અને આસપાસ નજર ધુમાવી. ત્યાં જ એ ભડકી ઉઠ્યો. પાસે જ ઝાડના થડ પાસે એક યુવક ઉંધે કાંધ પડ્યો હતો. એણે બુમ પાડી, ‘સર.. ખૂન…ખૂન… અહીં ખૂન થઈ ગયું છે.!’
જીપમાં પડેલી હેન્ડ ટોર્ચ લઈને ઈ. ઝાલા રાઠોડ તરફ દોડ્યા. જમીન પર પડેલા યુવક પર પ્રકાશ ફેંક્યો, એના ડાબા લમણામાં કોઈએ ગોળી મારી દીધી હતી. લોહી અને માંસના લોચા સાથે સાથે એનો જીવ પણ બહાર નીકળી ગયો હતો.
મોબાઈલમાં રીંગ હજુ ચાલુ જ હતી. સ્ક્રિન પર ‘પપ્પા’ લખેલું આવતું હતું. ઈ. ઝાલાએ મોબાઈલ રિસીવ કર્યો. મોબાઈલ રિસીવ કરતા જ સામેનો અવાજ તાડુકી ઉઠ્યો, ‘બેટા, ક્યાં છે તું? કલાકથી ફોન કરું છું. ફોન કેમ નથી ઉપાડતો? તારી મમ્મી તો ચિંતા કરે છે. બહું જરૂરી કામ છે. જલ્દી ઘેર આવી જા. અમે તારી રાહ જાઈએ છીએ..’
ઈ. ઝાલા હચમચી ગયા. એ બોલી ના શક્યા કે બોલનારનો બેટો હવે ક્યારેય પાછો ઘરે નહોતો આવવાનો. એ લોકો ભલે રાહ જાઈ રહ્યાં પણ દીકરાએ રાહ બદલી લીધી હતી.
‘બેટા, તું બોલતો કેમ નથી? કોઈ પ્રોબ્લેમ છે?’ સામેથી પાછો અવાજ આવ્યો. આખરે ઈ. ઝાલાએ બધી માહિતી આપી અને મરનારના માતા-પિતાને સિવિલ હોÂસ્પટલે બોલાવ્યા.
***
ઘટનાને પંદર દિવસ વિતી ગયા હતા. મલ્હારના પોસ્ટમોર્ટમથી માંડીને ક્રિયા કરમ અને બારમા તેરમાની બધી જ વિધિઓ પતી ગઈ હતી. અત્યાર સુધી ઈ. ઝાલા એમની રીતે તપાસ કરતા હતા. આજે નગીનદાસ પાસે આવ્યા હતા. નગીનદાસે માહિતી આપી, ‘સાહેબ, મલ્હારે નવયુગ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરુ કર્યુ હતું. નોકરી નહોતો કરતો. અમારી પાસે ઘણી પ્રોપર્ટીઝ છે એટલે એને પણ ચિંતા નહોતી. એના ત્રણ જ ગાઢ મિત્રો છે. નયન, આશુતોષ અને મિહિર.’
‘એ દિવસે એ ક્યાં ગયો હતો?’
‘જવાન દીકરો ક્યાં ફરે છે એની પૂછપરછ કરવાનું પણ અમને યોગ્ય નહોતું લાગતું એટલે અમે પૂછ્યું નહોતું. એ બપોરે ત્રણ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો અને સાંજે સાત સુધીમાં આવવાનું કહીને ગયો હતો.’
‘એની ઉંમર સત્યાવીસ વર્ષની હતી. અત્યાર સુધી એના લગ્ન કેમ નહોતા કર્યા?’
‘સાહેબ, એ સાહેબજાદો ક્યાંય છોકરી જ નહોતો પસંદ કરતો. અમે તો એને છોકરીઓ બતાવી બતાવીને થાકી ગયા. એની હત્યાના દિવસે જ એક સરસ છોકરીનું માગુ આવ્યું હતું. એટલા માટે જ મેં એને ઝડપથી ઘરે આવી જવા માટે ફોન કર્યો હતો. ૫ણ ભગવાને કંઈ બીજુ જ ધાર્યુ હતું. ’
‘ઓકે. એ કહો કે એના ત્રણેય મિત્રો પરણેલા છે કે કુંવારા?’
‘નયન અને આશુતોષ પરણેલા છે અને મિહિર કુંવારો છે.’
‘મને એમના એડ્રેસ આપો. મારે એમને પણ થોડી પૂછપરછ કરવી પડશે.’
ત્રણેય મિત્રોનું સરનામુ લઈને ઈ. ઝાલા નીકળી ગયા. સૌથી પહેલા એમણે નયનની મુલાકાત લીધી. નયને કહ્યું કે, ‘સાહેબ! એના ત્રણ ત્રણ છોકરીઓ સાથે અફેર્સ ચાલતા હતા. એક તો એની સોસાયટીમાં જ રહે છે. પ્રાંજલ નામ છે એનું. બીજી એક સેટેલાઈટમાં રહે છે. એક વાર ચોમાસામાં મલ્હારે એને લિફટ આપી ત્યારથી એમનો સંબંધ શરૂ થયેલો. ત્રીજી છોકરી પણ એ જ રીતે અમે સૌ એક ફિલ્મ જાવા ગયેલા ત્યારે ભટકાઈ ગયેલી. એ એની સાથે પણ પ્રેમમાં પડ્યો હતો.’
‘એટલે એવું કહી શકાય કે મલ્હાર સાવ ચાલુ કીસમનો આદમી હતો?’ ઝાલાએ નયનનું મન જાણવા પૂછ્યું.
‘ના, સાહેબ! એને છોકરીઓ સાથે ફરવાનો શોખ હતો. એ સિવાય એનામાં એક પણ એબ નહોતો.’
નયનને મળી લીધા પછી ઈન્સ્પેકટર ઝાલા બીજા બે મિત્રો આશુતોષ અને મિહિરને પણ મળ્યા. બંને એ એજ કહ્યું જે નયને કહ્યું હતું. હત્યાના દિવસે એ ત્રણેય ક્યાં હતા એ તપાસ પણ ઈ. ઝાલાએ કરી લીધી હતી. એ દિવસે નયન એની ઓફિસમાં જ હતો, આશુતોષ અને એની પત્ની નિર્મલા સાંજના શોમાં ફિલ્મ જાવા ગયા હતા. અને મિહિર સાંજે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી એના વિસ્તારના જીમમાં હતો.
નયને જે ત્રણ છોકરીઓ સાથે મલ્હારના અફેરની વાત કરી હતી એ ત્રણ છોકરીઓને પણ ઈ. ઝાલાએ વારાફરતી પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી જાઈ હતી. ત્રણે છોકરીઓ એક જ વાત કરી રહી હતી કે મલ્હાર બહું સારો માણસ હતો અને એમની સાથે જ લગ્ન કરવાનો હતો. ઈ. ઝાલાએ પ્રાથમિક પૂછપરછ કરીને ત્રણેને જવા દીધી અને એમના પર નજર રાખવા માટે એક બે હવાલદારોને ગોઠવી દીધા. ક્રમશઃ