ભાગ – ૨
(નગીન દાસ અને અનસુયા બહેનના દિકરા મલ્હારનું હાઈવે પર ખૂન થઈ જાય છે. મલ્હારને ત્રણ મિત્રો હોય છે મિહિર, નયન અને આશુતોષ. તપાસમાં ખબર પડે છે કે મલ્હારને ત્રણ છોકરીઓ સાથે અફેર હોય છે. એ ત્રણેની પૂછપરછમાં પણ કંઈ સુરાગ મળતો નથી હવે આગળ.)
***
બપોરના સાડા ત્રણ થયાં હતા. ઈન્સપેક્ટર ઝાલા અને કોન્સટેબલ રાઠોડ અમદાવાદ ગાંધીનગર હાઈવે પર જઈ રહ્યાં હતા. મલ્હારનું મૃત્યુ થયુ હતું એનાથી થોડે દૂર બે કિલોમીટર દૂર જમણી બાજુ એક કેડી પડતી હતી. ગાડી એ કેડી તરફ વળી.
‘સાહેબ, આપણે ક્યાં જઈ રહ્યાં છે.?’
‘ખીમજીના ઘરે!’
‘રાઠોડ, મલ્હારનું મર્ડર થયુ એ પછી મેં મલ્હારની તસવીર લઈને આ વિસ્તારની આસપાસના લોકોની પૂછપરછ માટે બે ત્રણ લોકોને કામે લગાડ્યા હતા. ઘણા બધા લોકોની પૂછપરછ કરી પણ મલ્હારનું મર્ડર થતા કોઈએ જાયુ નહોતું. પણ ઘટના સ્થળથી બે કિલોમીટર દૂર અહીં ખેતરમાં રહેતા ખીમજી નામના એક ખેડુતે એવી માહિતી આપી કે એ દિવસે એ અમદાવાદ તરફથી એની લ્યુના લઈને આવી રહ્યો હતો ત્યારે એણે રોડની સાઈડમાં મલ્હારને એક છોકરી સાથે બેઠેલો જાયો હતો. આ હાઈવે પર આવા કેટલાંયે લવરીયા બેઠા હોય છે એટલે એણે બહું ધ્યાન ના આપ્યુ અને ત્યાંથી ચાલી નીકળ્યો. મલ્હાર સાથે છોકરી હતી એને પણ એ જાયે ઓળખી જાય એવું એ કહેતો હતો. કારણ કે એણે એમને જાયા ત્યારે અજવાળુ હતું. સાંજના સાડા પાંચ વાગી રહ્યાં હતા. આપણી પાસે મલ્હારની ત્રણ લવરોની તસવીર છે. એ આપણે એને બતાવીશું એટલે એ ઓળખી કાઢશે કે એમાંથી કોણે મલ્હારનું કતલ કર્યુ છે.’
ઈ. ઝાલાએ એક પછી એક તસવીરો ખીમજીને બતાવી રહ્યાં હતા. ત્રણે ત્રણ છોકરીઓની તસવીરો ઈ. ઝાલાએ બતાવી પણ ખીમજીએ કહ્યુ કે એમાંથી એક પણ છોકરી નહોતી. પછી ઈન્સપેક્ટરે બીજી બે તસવીરો કાઢી. પહેલી તસવીરની છોકરી પણ એની સાથે નહોતી. પણ બીજી તસવીરની છોકરી જાતા જ ખીમજી બોલી ઉઠ્યો, ‘હા, સાયેબ! આ જ છોડી હતી. એ છોકરો આની હારે જ બેઠો હતો અને….’
ઈ. ઝાલા હસ્યા અને કોન્સટેબલ રાઠોડ ચોંક્યો. એ તસવીર હતી. આશુષોની પત્ની નિર્મલાની. કોન્સટેબલ રાઠોડ બોલ્યો, ‘ઓહ, આ તો ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર! મલ્હારે ઘરની થાળીમાં જ છેદ પાડ્યો હતો એટલે લમણે છેદ પડે એમાં નવાઈ નથી. સાહેબ, મને લાગે છે કે આશુતોષને એની પત્ની નિર્મલા અને મલ્હારના અફેરની વાત ખબર પડી ગઈ હશે એટલે એણે જ એને પતાવી દીધો હશે.’
‘યેસ, થિયરી તો આજ કહે છે. કેસ દિવા જેવો સાફ છે. આપણે અત્યારે જ જઈએ અને સૌથી પહેલા નિર્મળાની ધરપકડ કરીએ. એ પકડાશે પછી ગુંચ આપો આપ ઉકેલાઈ જશે.’
કોન્સટેબલ રાઠોડે ડોરબેલ વગાડ્યો એ સાથે જ નિર્મળાએ બારણું ખોલ્યુ. ઈન્સપેકટર ઝાલા અને કો. રાઠોડને જાઈને એણે પ્રશ્ન કર્યો, ‘યેસ, ઈન્સપેક્ટર કોનું કામ છે?’
‘તમારું જ કામ છે. બોલો કેમ છો?’
‘હું તમને ઓળખતી નથી! બોલો શું કામ છે? ’ નિર્મળાએ ક્હ્યુ. ઈ. ઝાલાને આંચકો લાગ્યો. એ બોલ્યા, ‘કેવી વાત કરો છો! આપણે નગીનદાસના ઘરે મળ્યા હતા. મલ્હારના પપ્પા નગીનદાસ, યાદ આવ્યુ કે નહીં? હું ઈન્સપેકટર ઝાલા અને આ રાઠોડ.’
‘કેવી વાત કરો છો? હું કોઈ નગીનદાસ બગીનદાસને નથી ઓળખતી. કોણ છો તમે?’ ઈ. ઝાલા અને રાઠોડને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યુ છે. એ બંને એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર નિર્મળાને મળ્યા હતા અને છતાં નિર્મળા કહી રહી હતી કે એ એમને ઓળખતી નથી.
ઈ. ઝાલાના મગજનો પારો છટકવાની તૈયારીમાં જ હતો ત્યાંજ બીજા કમરામાંથી અવાજ આવ્યો, ‘મેક્સીઈઈ…કોણ આવ્યુ છે? કોની સાથે રકઝક કરી રહી છે તું?’ અને એ અવાજ ધીમે ધીમે બહાર આવ્યો. ઘેલાણી અને નાથુએ અવાજની દિશામાં જાયુ. ત્યાં નિર્મળા ઉભી હતી. ઘેલાણી અને નાથું ચોંકી ગયા. એમનુ આશ્ચર્ય પારખી જઈ તરત જ સામે ઉભેલી નિર્મળાએ કહ્યુ, ‘ઓહ, ઈન્સપેક્ટર ઝાલા સાહેબ તમે? પધારો પધારો. એકચ્યુઅલી તમારી સાથે ગરબડ થઈ ગઈ છે. એ નિર્મળા નથી. મારી જુડવા બહેન મિનાક્ષી છે. અમે બંને ચહેરે મહોરે સરખા જ છીએ એટલે બધા થાપ ખાઈ જાય છે. એ હમણા જ Âસ્વત્ઝરલેન્ડથી અહીં ફરવા માટે આવી છે.’ વાત કરતી કરતી નિર્મળા એકદમ પાસે આવી અને સોફા પર બેસતા બોલી, ‘બોલો બોલો ઈન્સપેક્ટર સાહેબ. શું સેવા કરું આપની?’
પણ ઝાલા અને રાઠોડ કંઈ બોલી શકે એમ નહોતા. બંનેની બોલતી બંદ થઈ ગઈ હતી અને
આભાર – નિહારીકા રવિયા આંખો ફાટી ગઈ હતી. સરખો જ ચહેરો મહોરો ધરાવતી બે જુડવા બહેનો ઈ. ઝાલા સામે તાકી રહી હતી. ઈ. ઝાલા માટે મહા પ્રશ્ન ખડો થઈ ગયો હતો કે આ બંનેમાંથી મલ્હાર સાથે કોણ હતું?
આજે પહેલીવાર એ ગેં ગેં ફેં ફેં કરીને નિર્મળાના ઘરમાંથી બહાર નીકળી ગયા. ઈ. ઝાલાને સૌથી સહેલો લાગતો આ કેસ હવે ભયંકર ગુંચવાડામાં પડી ગયો હતો. પહેલા તો એમણે એ શોધવાનું છે કે મલ્હાર સાથે મિનાક્ષી હતી કે નિર્મળા? બંનેનો ચહેરો સમાન છે. જા સ્હેજ પણ ગફલત થઈ જાય તો ગુનેગાર છટકી જાય એને નિર્દોષ ને સજા થઈ જાય.
૫ોલીસ જુડવા બહેનોની હકિકત સાથે સાથે બીજી પણ તપાસ કરી રહી હતી. તેમાં માહિતી મળી કે નયન સારો નિશાને બાજ પણ છે. તરત જ એને પોલીસ સ્ટેશને લાવીને એની પૂછપરછ કરવામાં આવી. પણ કંઈ ખાસ કડી મળી નહી.અઠવાડિયુ પસાર થઈ ગયું હતું. ઈન્સપેકટર ઝાલા હજુ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર નહોતા આવ્યા. એમની હંમેશની આદત મુજબ એ આ વખતે પણ આખા કેસની ફાઈલ લઈને એમાંથી તારણો કાઢવા બેસી ગયા હતા. એક પછી એક કાગળો એ ઉથલાવી રહ્યાં હતા. ત્યાંજ એમનું ધ્યાન ફોરેÂન્સક લેબના રીપોર્ટ પર ગયુ. એમાં લખેલી એક લાઈને આખા કેસનો ભેદ ઉકેલી નાંખ્યો. એમણે તરત જ રાઠોડને કોલ કરી એક ચોક્કસ જગ્યાએ અમુક તપાસ માટે મોકલી દીધો. બે કલાક બાદ એ આવ્યો ત્યારે એમનો શકને સાચો પાડતો પુરાવો હાથમાં લઈને આવ્યો હતો.ક્રમશઃ
આભાર – નિહારીકા રવિયા