દામનગર શ્રી છભાડીયા સેવા સહકારી મંડળી લી. ની ૭૪ મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં મંડળીના મંત્રી મહેશભાઈ શાંતિભાઈ પંડ્‌યાએ મંડળીના હિસાબો રજૂ કરી સભાસદોને ૧૦% ડિવિડન્ડ જાહેર કર્યુ હતું. મંડળીનો નફો રૂ. ૮૦૦૦૦૦ થયો હોવાથી તેની પેટા નિયમ મુજબ ફાળવણી કરી હતી. આજની સભા અધ્યક્ષ, મંડળીના પ્રમુખ શામજીભાઈ ભીખાભાઈ બારડના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. મંડળીના વ્યવસ્થાપક કમિટી સભ્યો તથા તમામ સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજની સભામાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સિનિયર ઓફિસર કિકાણી તથા દામનગર બ્રાંચના મેનેજર ભરતભાઈ તથા સુપરવાઈઝર સંદિપભાઈએ ખાસ ઉપસ્થિત રહીને મંડળી તથા બેંકની વિવિધ યોજના તથા તેના લાભો વિશે માહિતી આપી હતી.