લાઠી તાલુકાના છભાડીયા ગામે રહેતી એક યુવતીને ઉલ્ટી થયા બાદ તબિયત લથડી હતી. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતાં ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. દીકરીની અણધારી વિદાયથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે ભદ્રેશભાઈ ડાયાભાઈ વનાળીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરીને બપોરના સમયે ઉલ્ટીઓ થવા લાગી હતી. જેથી સારવાર અર્થે પહેલા દામનગર અને ત્યાંથી અમરેલી સિવિલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી. દામનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એમ.કે.પિછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.