(એ.આર.એલ),બીજાપુર,તા.૧૪
છત્તીસગઢના બીજાપુરમાં વંદે ભારત ખાતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાના કારણે ૩ કોચના કાચ તૂટી ગયા હતા. આ એ જ વંદે ભારત ટ્રેન છે, જેને પીએમ મોદી ૧૬ સપ્ટેમ્બરે વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરવાના હતા. જે સમયે પથ્થરમારો થયો તે સમયે મહાસમુંદમાં વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન ચાલી રહ્યું હતું.
છત્તીસગઢના બીજાપુરમાં વંદે ભારત ટ્રેન પર ટ્રાયલ રન દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ કોચ સી૨-૧૦,સી૪-૧, સી ૯-૭૮ના કાચ તૂટી ગયા હતા. પીએમ મોદી ૧૬ સપ્ટેમ્બરે આ ટ્રેનને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપવાના હતા. આ પથ્થરમારો બાગબહરા રેલવે સ્ટેશન પર કરવામાં આવ્યો છે.આ દરમિયાન પોલીસે ૫ આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ બગબહરાના રહેવાસી છે. જેમની સામે પોલીસે રેલવે એક્ટ ૧૯૮૯ હેઠળ ગુનો નોંધ્યો છે.
આરપીએફ ઓફિસર પરવીન સિંહે જણાવ્યું કે વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન હતું જે ૧૬મીથી દોડશે. ટ્રેન સવારે ૭.૧૦ વાગ્યે મહાસમુંદથી નીકળી હતી. ૯ વાગ્યાની આસપાસ, કેટલાક અસામાજિક તત્વોએ બગબહેરા નજીક એક ચાલતા વાહન પર પથ્થરમારો કર્યો હતો. અમારી સહાયક પાર્ટી હથિયારો સાથે ટ્રેનમાં હતી. તેમણે માહિતી આપી હતી. માહિતી મળ્યા બાદ તરત જ એક ટીમે જઈને તપાસ કરી હતી અને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પાંચ આરોપીઓના નામ શિવ કુમાર બઘેલ, દેવેન્દ્ર કુમાર, જીતુ પાંડે, સોનવાણી અને અર્જુન યાદવ છે. પાંચેય બાગબહરાના છે.