જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂરી થઈ ગયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં તેના મનદુઃખમાં માથાકૂટની ઘટના હજુ પણ સામે આવે છે. રાજુલાના છતડીયા ગામે ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીના મનદુઃખમાં કુટુંબીજનો બાખડ્‌યા હતા. આ અંગે શિવરાજભાઈ ઘોહાભાઈ ડાભીયા (ઉ.વ.૨૯)એ તેના જ કુટુંબીજન હરેશભાઈ મેરામભાઈ ડાભીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, શિવરાજભાઈના ભત્રીજાએ હરેશભાઈના મોટાભાઈ વિરુદ્ધ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી હતી. જેમાં તેમનો વિજય થયો હતો. આ બાબતનું મનદુઃખ રાખી તેમને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી.ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.