સૂર્યોદયની સાથે જ દેશના ઘણા ભાગોમાં છઠ મહાપર્વની સવારની અધર્ય  શરૂ થઈ હતી. બિહારમાં પટનાના પાટીપુલ ઘાટ પર મોટી સંખ્યામાં ભક્તોએ ગંગાના કિનારે ઉગતા સૂર્યની પૂજો કરી અને ઉગતા સૂર્યને અધર્ય અર્પણ કર્યું હતું. તો પટના કોલેજ ઘાટ પર કેટલાક ભક્તોએ સૂર્યદેવની પૂજો કરી હતી. દિલ્હીમાં ભક્તોએ છઠના અંતિમ દિવસે શાસ્ત્રી પાર્કમાં કૃત્રિમ ઘાટ બનાવીને ઉગતા સૂર્યદેવને અÎર્ય અર્પણ કર્યા હતા.કુર્લા વિસ્તારમાં તળાવમાં ઉતર્યા પછી વ્રતિએ સૂર્યદેવને અધર્ય અર્પણ કર્યું મહારાષ્ટ્રમાં છઠના અવસરે ચાર દિવસીય છઠ પૂજોમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લીધો હતો.મુંબઈના કુર્લા વિસ્તારમાં તળાવમાં ઉતર્યા પછી વ્રતિએ ઉગતા સૂર્યદેવને અધર્ય અર્પણ કરીને આ પૂજોનું સમાપન કર્યું હતું.છઠ પૂજોની તમામ તૈયારીઓ ખારણાના દિવસે કરવામાં આવે છે
આ પહેલા ભક્તોએ બુધવારે સાંજે અસ્ત થતા સૂર્યને પ્રથમ અધર્ય અર્પણ કર્યું હતું. ગંગા અને અન્ય નદીઓના કિનારે અને તળાવો અને અન્ય જળાશયો પર આસ્થાનો પ્રવાહ જોવા મળ્યો હતો ચાર દિવસીય છઠ પૂજોનો આજે ચોથો અને છેલ્લો દિવસ હતો સાંસદ નવનીત રાણા છઠ ઘાટ પહોંચ્યા હતા છઠ પર્વના અંતિમ દિવસે નદીના ઘાટ પર ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આ દિવસે વ્રતીઓ અને તેમના પરિવારના સભ્યો નદીના કિનારે બેસીને ગીતો
વગાડે છે અને ઉગતા સૂર્યની રાહ જૂએ છે. જ્યારે સૂર્યોદય થાય છે, ત્યારે તેને અધર્ય ચઢાવવામાં આવે છે, ત્યારબાદ ભક્તો એકબીજોને પ્રસાદ આપીને વડીલોના આશીર્વાદ લે છે. આશીર્વાદ લીધા પછી, ભક્તો તેમના ઘરે આવે છે અને આદુ અને પાણીથી ૩૬ કલાકના કડક ઉપવાસ તોડે છે. ઉપવાસ તોડ્યા પછી સ્વાદિષ્ટ વાનગીઓ વગેરે ખાવામાં આવે છે અને આ રીતે પવિત્ર ઉપવાસનો અંત આવે છે.