સતત વધી રહેલા ઓમિક્રોન અને કોરોનાના કેસો વચ્ચે સાવરકુંડલા સહિત જિલ્લામાં છકડો રિક્ષાઓમાં ખીચોખીચ પેસેન્જરો ભરી સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળીયો કરી તંત્રને પડકાર ફેકાઈ રહ્યો છે. જિલ્લામાં આસપાસના ગામોમાંથી સવારે સિટી તરફ અને સાંજે ઘર તરફ અનેક લોકો આવી રિક્ષામાં બેસીને શહેરોમાં આવન-જાવન કરે છે. એસટી તંત્ર ગ્રામ્ય વિસ્તારોમાં બસોની પુરતી વ્યવસ્થા ન કરતુ હોવાથી હજારો મુસાફરોને મજબૂરીમાં પોતાનું આરોગ્ય અને જીવને જાખમમાં મૂકી છકડોની મુસાફરી કરવી પડી રહી છે. ત્યારે છકડો રિક્ષામાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઈડલાઈનનું પાલન થતુ નથી તે ઉપરોક્ત તસવીરમાં દ્રશ્યમાન થાય છે. આમ મહામારીમાં રિક્ષા ચાલકો લોકોનું આરોગ્ય ભારે જાખમમાં મૂકી રહ્યા છે. એક તરફ જિલ્લા તંત્ર મહામારી પગલે સક્રિય બની માસ્કના દંડના નામે લોકોના ખીસ્સા હળવા કરી રહ્યું છે ત્યારે સુપર સ્પ્રેડર આ રિક્ષાઓમાં થતી મુસાફરોની ગેરકાયદે હેરાફેરી સામે નહિં આવતી હોય?, શું તંત્ર કોરોનાના કેસ વધે તેનું મૂકપ્રેક્ષક બની તમાશો જાઈ રહ્યું છે? તેવા સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને લોકોના આરોગ્ય અને જીવ અંગે વિચારી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.