રાજુલા શહેરમાં સામે આવેલી લૂંટના પ્રયાસની ઘટના અંગે આ વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે પ્રતિક્રિયા આપી છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીનાં કારણે દેશ અને રાજ્યમાં મારધાડ-લૂંટ સહિતની ઘટનાઓ બની રહી છે તે આશ્ચર્યજનક હોવાનું ધારાસભ્ય અંબરીશ ડેરે ગણાવ્યું હતું. તેમણે શહેરમાં આજે બનેલ લૂંટના બનાવના પગલે પાલિકા દ્વારા બોલાવવામાં આવેલ સર્વે સમાજ-વેપારીઓની મિટીંગને આવકારી હતી અને લૂંટના બનાવને નિષ્ફળ બનાવનાર જાગૃત વેપારીઓને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, શહેરમાં આજે રાત્રીના ધર્મશાળા ખાતે વેપારીઓ, સર્વપક્ષીય આગેવાનો તથા શહેરીજનો સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.