અમરેલી જિલ્લામાં શરીર અને મિલ્કત સંબંધી ગુના આચરી કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડવા એસપીએ આપેલ માર્ગદર્શનને લઇ અમરેલી એલીસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે અમરેલીમાં રહેતો અને ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી જયંતિ કાંતિભાઈ વાઘેલા (ઉ.વ.૩૨) અમરેલી બાયપાસ રોડ પર રાધેશ્યામ હોટલ પાસે હાજર છે. બાતમીના આધારે એલસીબી ટીમે તેને ઝડપી લીધો હતો. એલસીબીએ આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.