અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરે તંત્રને ચોમાસા માટે તૈયાર રહેવા તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે આવેલ તૌકતે વાવાઝોડાના કારણે વૃક્ષોને નુકસાન થયું હોવાથી મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવે.
કલેક્ટર ગૌરાંગ મકવાણાએ વીજતંત્ર, માર્ગ-મકાન, પંચાયતો અને પાલિકાઓને ચોમાસા દરમિયાન તંત્રને સાબદુ રાખવા તેમજ વરસાદની સ્થિતિમાં જાખમી ઇમારતોનું ખાસ ધ્યાન રાખવા સૂચના આપી હતી. બેઠકમાં સાંસદ નારણ કાછડીયાએ બસ સુવિધા, પશુ સુધારણા સહાય, ગૌચર જમીન પરનું દબાણ દૂર કરવા તેમજ ગામડાઓના માર્ગનું રિપેરીંગ અને આર.સી.સી. રોડ બનાવવા સહિતની રજૂઆત કરી હતી.