ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને લઇ જનારા અવકાશયાન એકસીઓમ-૪નું લોન્ચીગ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. સ્પેસએક્સે આ જાહેરાત કરી. સ્પેસએક્સે જણાવ્યું હતું કે પોસ્ટ સ્ટેટિક ફાયર બૂસ્ટરના નિરીક્ષણ દરમિયાન, ફાલ્કન-૯ રોકેટમાં ઓકસીજન લીકેજની સમસ્યા જાવા મળી હતી. એન્જીનિયરોએ તેને રિપેર કરવા માટે વધુ સમય માંગ્યો છે. આવી સ્થિતિમાં, લોન્ચીગ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે.
સ્પેસએક્સે ટ્વીટ કર્યું કે ફાલ્કન ૯નું એકસ-૪ લોન્ચીગ, જે સ્પેસ સ્ટેશન માટે રવાના થવાનું હતું, તેને મુલતવી રાખવામાં આવી રહ્યું છે. જેથી પોસ્ટ સ્ટેટિક ફાયર બૂસ્ટરના નિરીક્ષણ દરમિયાન ઓળખાયેલા ર્ન્ંઠ લીકને સુધારવા માટે એન્જીનિયરોને વધારાનો સમય મળી શકે. સ્પેસએક્સે જણાવ્યું હતું કે હવે સમારકામ પછી, અમે ટૂંક સમયમાં નવી લોન્ચ તારીખ જાહેર કરીશું.
નોંધનીય છે કે આ ચોથી વખત છે જ્યારે આ બહુપ્રતિક્ષિત મિશન મુલતવી રાખવામાં આવ્યું છે. પહેલા તેની લોન્ચ તારીખ ૨૯ મે નક્કી કરવામાં આવી હતી, પછી તેને ૮ જૂન સુધી લંબાવવામાં આવી હતી. આ પછી, તેની લોન્ચ તારીખ ફરીથી બદલીને ૧૦ જૂને સાંજે ૫.૩૦ વાગ્યે કરવામાં આવી હતી. પછી ૧૦ જૂન પહેલા પણ, ૯ જૂને, મિશન ૧૧ જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. પછી ઇસરોએ ખરાબ હવામાનને આનું કારણ ગણાવ્યું.ઇસરોના ચેરમેન વી. નારાયણને સોમવારે સાંજે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા અવકાશયાન, એકસીઓમ-૪ મિશનનું પ્રક્ષેપણ ૧૦ જૂનને બદલે ૧૧ જૂન, ૨૦૨૫ સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. હવે ચોથી વખત, Axiom -૪ નું પ્રક્ષેપણ ફરીથી મુલતવી રાખવામાં આવ્યું છે.
આ મહત્વાકાંક્ષી મિશન હેઠળ, ભારત ટૂંક સમયમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. ભારતના શુભાંશુ શુક્લા હવે અવકાશમાં જનારા બીજા ભારતીય બનવા જઈ રહ્યા છે. એટલું જ નહીં, તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સુધી પહોંચનારા પ્રથમ ભારતીય બનશે. આ મિશન અમેરિકાની અવકાશ મિશન કંપની એકસીઓમ- સ્પેસ અને નાસા સાથે મળીને હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, એલોન મસ્કનું સ્પેસએકસ આ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.