સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. ગોપી હોટલ પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉભેલી ટ્રક સાથે ભયંકર રીતે અથડાતા મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કાર સાયલાથી ચોટીલા તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. કારમાં સવાર મૃતકોની ઓળખ મોરબીના શકત શનાળા સ્થિત શક્તિ માતાના મંદિરના મહંત મનસુખગીરી ગોસ્વામી અને તેમના પત્ની વૈશાલીબેન ગોસ્વામી તરીકે થઈ છે. કાર અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી, જેમાં દંપતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આ સમગ્રની ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. અકસ્માત થયેલો જાઇ હાઈવે પરના લોકોની ભીડ ઉમટી પડી હતી. આ ઘટનાની પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.