ચોટીલાની એક હિન્દુ યુવતીને સુરેન્દ્રનગરના વઢવાણના એક વિધર્મી દ્વારા ‘લવ જેહાદ’માં ફસાવી ભગાડી જવાના કિસ્સામાં ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર પાઠવી ફરિયાદ કરવામાં આવી છે. યુવતીની ઘરવાપસી ન થતા આ મામલો વધુ ગંભીર બન્યો છે. યુવતીની માતાના નિવેદન મુજબ, યુવતી ઘરેથી લાખોના સોનાના દાગીના અને રોકડ રકમ લઈને ગઈ છે. ઉપરાંત, તેના બેંક ખાતામાંથી પણ થોડા સમય અગાઉ લાખો રૂપિયા આ વિધર્મીના નામે ટ્રાન્સફર થયા હોવાનું જણાયું છે. ‘હિન્દ રક્ષક સંઘ’ના સંસ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષા ડા. સીમાબેન પટેલ, ગુજરાત પ્રદેશ સચિવ કેતનભાઈ સંઘવી, સૌરાષ્ટ્ર પ્રદેશ એડવોકેટ સેલના ત્રિવેણીબા રાઠોડ, ચોટીલાના ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ, દેવભાઈ અને અન્ય સનાતનીઓ આ આવેદનપત્ર આપવા હાજર રહ્યા હતા.