ચેમ્પીયન્સ ટ્રોફી ૨૦૨૫ પહેલા, ઓસ્ટ્રેલિયન ટીમે ૨ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપ એટલે કે ઉ્‌ઝ્ર ની ફાઇનલ પહેલાની છેલ્લી ટેસ્ટ શ્રેણી હશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપના ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકેલી ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકાની ધરતી પર આ ટેસ્ટ શ્રેણી રમશે. આ ટેસ્ટ શ્રેણી પછી, બંને ટીમો વચ્ચે એકમાત્ર વનડે મેચ રમાશે, જે ચેમ્પીયનશિપ ટ્રોફી ૨૦૨૫ ની તૈયારીની દ્રષ્ટિએ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ ટેસ્ટ શ્રેણી ૨૯ જાન્યુઆરીથી શરૂ થશે. ટેસ્ટ શ્રેણીની બંને મેચ ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી ટેસ્ટ ૬ ફેબ્રુઆરીથી શરૂ થશે અને ત્યારબાદ બંને ટીમો ૧૨ ફેબ્રુઆરીએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે એકમાત્ર વનડે રમશે.
શ્રીલંકા પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી, જેમાં પેટ કમિન્સનું નામ સામેલ નહોતું. આવી સ્થિતિમાં, શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે સ્ટીવ સ્મિથને કાંગારૂ ટીમનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો. હવે સ્મિથના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમ આ ટેસ્ટ શ્રેણી માટે શ્રીલંકાની ધરતી પર પગ મૂકી ચૂકી છે. ઓસ્ટ્રેલિયન ટીમ ૨૫ જાન્યુઆરીએ શ્રીલંકા પહોંચી હતી, જેની તસવીરો શ્રીલંકા ક્રિકેટ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. શ્રીલંકા ક્રિકેટે તસવીરો શેર કરી અને લખ્યું – ઓસ્ટ્રેલિયાનું સ્વાગત છે! શ્રીલંકાની ધરતી પર લડાઈ શરૂ થઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયાના શ્રીલંકા પ્રવાસનો સંપૂર્ણ સમયપત્રક
પહેલી ટેસ્ટઃ ૨૯ જાન્યુઆરી-૨ ફેબ્રુઆરી, ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
પહેલી ટેસ્ટઃ ૬ ફેબ્રુઆરી – ૧૦ ફેબ્રુઆરી, ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
એકમાત્ર વનડેઃ ૧૨ ફેબ્રુઆરી, આર પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો
૨ મેચની ટેસ્ટ શ્રેણી માટે બંને ટીમોની ટીમ
શ્રીલંકા ટીમઃ ધનંજય ડી સિલ્વા (કેપ્ટન), પથુમ નિસાન્કા, દિમુથ કરુણારત્ને, દિનેશ ચંદીમલ, એન્જેલો મેથ્યુઝ, કમિન્ડુ મેન્ડીસ, ઓશાદા ફર્નાન્ડો, લાહિરુ ઉદારા, સદીરા સમરવિક્રમા, સોનલ દિનુષા, પ્રભાત જયસૂર્યા, જેફરી વાન્ડરસે, નિશાન પીરિસ, મિલન રથનાયકે, અસિતા ફર્નાન્ડો, વિશ્વા ફર્નાન્ડો, લાહિરુ કુમારા.
ઓસ્ટ્રેલિયા ટીમઃ સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલાન્ડ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, ટ્રેવિસ હેડ, જાશ ઈંગ્લીસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, મેટ કુહનેમેન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, નાથન મેકસ્વીની, ટોડ મર્ફી, મિશેલ સ્ટાર્ક , બ્યુ વેબસ્ટર.