ચેન્નાઈમાં ૨૫ વર્ષીય યુવકના કસ્ટોડિયલ ડેથના સંબંધમાં તમિલનાડુ પોલીસે તેના જ બે જવાનોની ધરપકડ કરી છે.ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન વિભાગની ક્રાઈમ બ્રાન્ચ મુનાફ અને પુનરાજ નામના કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.
વી. વિગ્નેશ નામના યુવકની ૧૮ એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેનું મૃત્યુ થયું હતું. આ કેસની તપાસ સીબી સીઆઇડીને સોંપવામાં આવી છે.બે જવાન સહિત નવ પોલીસકર્મીઓ તપાસ માટે સીબી સીઆઇડી સમક્ષ હાજર થયા હતા. તપાસ બાદ મુનાફ અને પુનરાજની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. વિગ્નેશના મૃત્યુ પછી, તેના ભાઈએ આરોપ લગાવ્યો કે તેને શાંત રાખવા માટે પોલીસ દ્વારા તેને ૧ લાખ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પોલીસે પોસ્ટમોર્ટમ પછી ભાઈનો ચહેરો પણ જાવા દીધો ન હતો.