રાજુલાના ધારાસભ્યના જમાઈ ચેતન શિયાળ પર થયેલા જીવલેણ હુમલા મામલે પોલીસે ૧૨ આરોપીઓને ઝડપી પાડ્‌યા છે. અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર જાફરાબાદની ટી જેટી પર સામાન્ય બાબતે કુહાડી વડે હુમલો કરાયો હતો. ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હુમલા મામલે ચેતન શિયાળના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે આ મામલે ૧૨ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. યશવંતભાઈ નારણભાઈ બારૈયા ધંધો માછીમારી- બોટ માલિક, સિદ્ધાર્થભાઈ યશવંતભાઈ બારૈયા ધંધો માછીમારી, જેન્તીભાઈ ભાણાભાઈ બાળધીયા ધંધો માછીમારી- ખલાસી, મહેશભાઈ જીણાભાઈ બાળધીયા માછીમારી- ખલાસી, મુકેશભાઈ બાબુભાઈ બાળધીયા માછીમારી- ખલાસી, વિરાભાઈ કરશનભાઈ શિયાળ માછીમારી- ખલાસી, પરષોત્તમભાઈ કાનાભાઈ શિયાળ માછીમારી- ખલાસી, બાબુભાઈ જગાભાઈ બાળધીયા માછીમારી- ડોઢીયો, મુકેશભાઈ બાબુભાઈ શિયાળ માછીમારી- ખલાસી, માનસિંગભાઈ આણદભાઈ શિયાળ માછીમારી- ખલાસી, સંજયભાઈ નારણભાઈ બારૈયા માછીમારી ખલાસી,રાહુલભાઈ બોઘાભાઈ સોલંકી ડ્રાઈવિંગ ખલાસી રહે. તમામ જાફરાબાદ આરોપીઓની પૂછપરછ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.