વિધાનસભા ચૂંટણીને લઈને યુપીમાં રાજકીય પાર્ટીઓ અત્યારથી જ સક્રિય થઈ ગઈ છે. દરરોજ રાજ્યમાં નેતાઓની જોહેરસભા થઈ રહી છે. ત્યારે આવા સમયે વિપક્ષી પાર્ટીઓને જવાબ આપવાની જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓ અંદરોઅંદર ડખ્ખો કરવા લાગ્યા હતા. મંચ પર બેસવા માટે થઈને હોબાળો થતાં એકબીજો પર તૂટી પડ્યા હતા. વાત અહીંથી અટકી નહોતી, મારપીટ પણ કરવા લાગ્યા હતા.
હકીકતમાં જોઈએ તો, આ ઘટના કન્નૌઝમાં ભાજપની જનવિશ્વાસ યાત્રા દરમિયાન થઈ હતી. છીબરામઉ વિધાનસભા વિસ્તારની નેહરુ કોલેજમાં જનવિશ્વાસ યાત્રા અંતર્ગત જોહેરસભા માટે મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. હાલના ધારાસભ્ય અને ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષના સમર્થકોએ મંચ પર બેસવા માટે થઈને હોબાળો કર્યો હતો.
હાલના ભાજપના ધારાસભ્ય અર્ચના પાંડેના સમર્થકો પર ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ અને તેના સમર્થકો પર હુમલો કરવાનો આરોપ છે. આ મામલો એટલો આગળ વધી ગયો કે, જોહેર મંચ પર ભાજપના કાર્યકર્તાઓ એકબીજોને ગાળો ભાંડવા લાગ્યા હતા. મારપીટ પણ કરી હતી.