રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટાચૂંટણી-૨૦૨૫નો કાર્યક્રમ જાહેર કરાયો છે. આગામી ૨૨ જૂન, ૨૦૨૫ના રોજ મતદાન અને ૨૫ જૂને મતગણતરી થશે. આ ચૂંટણીઓ અંતર્ગત આદર્શ આચારસંહિતાના અમલ માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્‌યું છે. આ મુજબ, ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોને ઉમેદવારોએ સંબંધિત ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજિસ્ટર કરાવી પરમિટ મેળવવી ફરજિયાત છે, અને આ પરમિટ વાહન પર સ્પષ્ટ દેખાય તે રીતે ચોંટાડવાની રહેશે. આ આદેશ ૨૨ જૂન, ૨૦૨૫ સુધી અમલમાં રહેશે અને ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાર્યવાહી કરાશે.