સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આખા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચારની સાથે સાથે એકબીજાના ઉમેદવારોને વાકબાણોથી પાડવાનું પણ કામ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં બહુચર્ચિત સૌરાષ્ટ્રના નણંદ ભાભીની જાડી ફરી ચર્ચામાં આવી છે. ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાએ પોતાના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી હતી. જાકે, આ મુદ્દો હાલ ચર્ચાનું કારણ બન્યો છે. નયનાબા જાડેજાએ ભાભીએ આપેલી શુભેચ્છા અંગે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના જે કોઈ વ્યક્તિઓ મને શુભેચ્છા પાઠવી રહ્યા છે તેમનો આભાર.
રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ સાથે જાડાયેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છાઓ પાઠવી હતી. શુભેચ્છાની સાથે તેમણે ભાજપની જીતનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ચૂંટણી લડનાર દરેકને મારી શુભેચ્છાઓ છે, પરંતુ મને ભાજપના કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે. આગામી ૨૮ તારીખે જ્યારે પરિણામ આવશે, ત્યારે જીત તો ભારતીય જનતા પાર્ટીની જ થશે.”
રીવાબાની આવી શુભેચ્છા પર નયનાબા જાડેજાએ હસતાં હસતાં પ્રતિક્રિયા આપી હતી. નયનાબાએ આ અંગે જણાવ્યું હતું કે, “શુભેચ્છા આપવા બદલ હું તેમનો આભાર માનું છું, પરંતુ આ જે નિવેદનો છે તે તેમનો ‘ઓવર કોન્ફીડન્સ’ છે એટલે એ લોકો કોઈ સેટિંગ કરવાના લાગે છે. કારણ કે, આ લોકો કોઈ વિસ્તારમાં તો ગયા નથી તો પછી કોન્ફીડન્સ ક્્યાંથી આવે? બાકી તો સમય જ બતાવશે કે જનતા કોને પસંદ કરે છે અને કોની જીત કે હાર થાય છે.”
આ સાથે નયનાબાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને જવાબ કોઈ આપી શકશે કે નહીં તે તો ૨૮મી તારીખે જ ખબર પડશે. કારણ કે, કોંગ્રેસ અધ્ધરતાલ વાતો નથી કરતી પરંતુ જમીન પર કામ કરે છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સખત મહેનત કરી રહ્યા છે. જેથી આ તમારી ગભરામણ છે. જા તમે કામ કર્યું હોત તો વોર્ડમાં ઉમેદવારો બદલવાની જરૂર જ ના પડી હોત. તમે કામ નથી કર્યું પણ ભ્રષ્ટાચાર કર્યો છે. કોઈ દિવસ લોકો સુધી નથી પહોંચ્યા એમની સમસ્યા નથી સાંભળી. તેથી તમારે હવે ઉમેદવારો બદલીને લોકો સુધી પહોંચવું પડે છે.