કોંગ્રેસના પંજાબ એકમના અધ્યક્ષ નવજાત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, તેઓ ચૂંટણી જીતવા માટે ક્યારેય પણ ‘શો પીસ’ નહીં બને અને સત્તામાં આવવા માટે રાજ્યના લોકો સામે ખોટું પણ નહીં બોલે. ક્રિકેટથી રાજનીતિમાં આવેલા સિદ્ધુએ કહ્યું હતું કે, તેમણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ પદ નથી માગ્યું, ઉલટાનું હંમેશા પંજાબનું સારું ઈચ્છ્યું છે.
તેમણે કહ્યું હતું કે, ના તો મેં જીવનમાં ક્યારેય કંઈ માગ્યું છે અને ન તો ક્યારેય આવું કરીશ. મેં ક્યારેય લોકો પાસેથી વોટ નથી માગ્યા. તેઓ આ અંગે જવાબ આપી રહ્યા હતા કે, જા ૨૦૨૨માં કોંગ્રેસ પંજાબ વિધાનસભા ચૂંટણી જીતશે તો શું તેમને પાર્ટી દ્વારા મુખ્યપ્રધાન પદ પર પસંદ કરવામાં આવશે. તેઓ અહીં સાર્વજનિક પરિચર્ચા ‘બોલતા પંજાબ’માં બોલી રહ્યા હતા.
સિદ્ધુએ કહ્યું હતું કે, જવાબદારી તમને સારા કે કડવા બનાવે છે. મને કડવો અનુભવ છે. પંજાબમાં મારી ત્રણ સરકારો બનાવવામાં મહ¥વની ભૂમિકા રહી છે. હું પ્રચાર કરી રહ્યો હતો, પરંતુ આ વ્યવસ્થામાં એક સારા વ્યક્તિને ‘શો પીસ’ બનાવી દેવાયો છે. તેને ફક્ત ચૂંટણી જીતવા માટે રાખવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું ક્યારેય ‘શો પીસ’ નહીં બનું. હું સત્તામાં આવવા માટે પંજાબના લોકો સામે ક્યારેય ખોટું નહીં બોલું. શું કોઈ કહી શકે છે કે, મેં ક્યારેય ખોટું કહ્યું છે. જાકે, મારી પાસે ખાવા માટે કંઈ નથી.
સિદ્ધુએ વધુમાં ઉમેર્યું હતું કે, તે કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના પ્રતિ સમર્પિત છે. તેમણે કહ્યું હતું કે, પાર્ટી તેમને જે પણ કામ આપશે. તેને તે કરશે અને પંજાબના લોકો સાથે ક્યારેય દગો નહીં કરે.