બગસરામાં આગામી તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન સતર્ક બન્યું છે. આ સંદર્ભમાં પી.આઈ. વી.કે. ગોલવેલકરના નેતૃત્વ હેઠળ સમગ્ર શહેરમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફ બગસરા પોલીસ સ્ટેશનથી પ્રસ્થાન કરી ગામના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફર્યો હતો. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષા તેમજ નિર્ભયતાની ભાવના મજબૂત કરવાનો હતો.









































