આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ રાજુલા પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજુલા પીઆઇ ડી.વી પ્રસાદ તથા પીએસઆઇ જાડેજા દ્વારા લોકોને, કોઇપણ જાતનો ડર રાખ્યા વિના મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ચૂંટણીને પગલે પીઆઇ, પીએસઆઇ સહિત ૧પ૦ થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત છે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજુલાના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રાજુલા પંથકમાં ક્યાંય પણ મતદાન દરમિયાન કોઇ પ્રશ્ન હોય તો અમારો સીધો સંપર્ક કરવો.