સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળામાં ૧૨ જુલાઇ ૨૦૨૩ના રોજ બનેલી ઘટનામાં અનુસૂચિત જાતિના બે સગા ભાઈઓની અસામાજીક તત્વો દ્વારા જાતિવાદને લઈને નિર્મમ હત્યા કરવામાં આવી હતી તેમજ અન્ય લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ નાસતા ફરતા આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરી એટ્રોસીટી એકટ મુજબ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી પીડિત પરિવારને ત્વરિત ન્યાય અપાવવામાં આવે તે બાબતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઉના ગીરગઢડાના જશાભાઇ વિંઝુડા, વિનુભાઈ ચૌહાણ, ભાઈદાસભાઈ વાળા, બધાભાઈ વિંઝુડા, હરિભાઈ ચાવ, કાનજીભાઈ સાંખટ, રમેશભાઈ વણઝારા, એડવોકેટ જે.બી. પરમાર સહિતનાં મોટી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રીને સંબોધીને ઉના પ્રાંત કચેરી ખાતે ડે. કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.