સોલોમન આઇલેન્ડના લોકો ગરીબી, બેરોજગારી અને ટાપુઓ વચ્ચેના વિવાદને કારણે પ્રદર્શન કરી રહ્યા હતા.સોલોમન આઇલેન્ડ એક સાર્વભોમ રાષ્ટ્ર છે. આ દેશ ૬ મુખ્ય ટાપુઓથી બનેલો છે અને તેમાં નાના નાના ૯૦૦ ટાપુઓ પણ સામેલ છે.સોલોમનમાં ફાટી નિકળેલા તોફોનોને ડામવા માટે ઓસટ્રેલિયા અને ફિજીની સેના પહોંચી ગઇ છે.
સોલોમન આઇલેન્ડની રાજધાની હોનિયારમાં સરકાર વિરુધ્ધ હિંસક પ્રદર્શનો થયા હતા. તોફાની ટોળાએ ૩ દિવસ સુધી આખા દેશને ઘમરોળી નાંખ્યો હતો. ઠેર ઠેર હિંસા અને આગજનીના બનાવો બન્યા હતા. તોફાની ટોળાએ સંસદ પર હુમલો કરવાનો પ્રયાસ ક્રયો હતો તો કેટલાંક ટોળાએ સોલોમન આઇલેન્ડના પ્રધાનમંત્રી મનાસેહ સોગવારેના ઘરને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના ઘરને આગ લગાવવામાં આવી હતી. ટોળાના આક્રોશને જાતા પ્રધાનમંત્રી મનાસેહએ મદદની અપીલ કરી હતી અને તેને કારણે ફિજી , ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોએ તેમની સેના સોલોમન આઇલેન્ડસ પર મોકલી હતી. તોફાની ટોળાએ ચાઇના ટાઉન વિસ્તારને ટાર્ગેટ કર્યો હતો, અહી સ્થિતિ વધારે બદતર ત્યારે થઇ જયારે ચાઇના ટાઉનનો વિસ્તાર કાટમાળમાં ફેરવાઇ ગયો.
રિપોર્ટ મુજબ સોલોમન આઇલેન્ડસમાં શાંતિ સ્થાપિત કરવામા ટે ૨૦૦ સુરક્ષા બળને ગોઠવી દેવામાં આવ્યા છે. ફિજી, ઓસ્ટ્રેલિયા ઉપરાંત પાપુઆ ન્યૂ ગિનીના પણ ૩૦ સૈનિકો સોલોમનમાં હાજર છે.સોલોમન આઇલેન્ડમાં જે હિંસક તોફાનો થયા તેમાં ટોળાએ મોટાભાગે ચીનના બિઝનેશના સ્થળોને લૂંટયા હતા. આ પહેલાં જયારે સરકારે વર્ષ ૨૦૧૯માં પોતાની રાજકીય નીતિમાં બદલાવ કરીને તાઇવાનને બદલે ચીન સાથે સંબધ બાંધ્યા હતા ત્યારે પણ ટોળાએ ચીનના લોકોને નિશાન બનાવ્યા હતા. આંતરારાષ્ટ્રીય મદદથી ચાલતા દેશ સોલોમનમાં લોકો દેશની સરકાર ચીન સાથે સંબધ રાખે છે તે વાતથી નાખુશ છે અને તેને કારણે તેમનો ગુસ્સો ફાટી નિકળે છે. આ વખતે પણ ટોળાએ સરકારની નીતી સામે ૩ દિવસ સુધી પ્રદર્શન કરીને તેમનો ગુસ્સો કાઢયો હતો.