અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચીન અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચીન અમેરિકાની જાસૂસી કરે છે અને અમેરિકા ચીન સાથે પણ એવું જ કરે છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ તેમની મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે લગભગ દરેક બાબત પર ચર્ચા કરશે. ટ્રમ્પના આ દાવાથી ફરી એકવાર ચીની જાસૂસી અંગે ચર્ચા શરૂ થઈ છે.
નોંધનીય છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ટૂંક સમયમાં અમેરિકાની મુલાકાતે જવાના છે. અહેવાલો અનુસાર, શી જિનપિંગ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ આવવાના છે. તેઓ ૨૪ સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. અગાઉ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જૂનમાં ચીનની મુલાકાત લીધી હતી. તેમણે શી જિનપિંગ સાથેની તેમની મુલાકાતને ખૂબ જ સકારાત્મક ગણાવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૮ ની યુએસ પ્રમુખપદની ચૂંટણી વિશે પણ વાત કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ૨૦૨૮ ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વર્તમાન ઉપરાષ્ટÙપતિ જે.ડી. વાન્સની ઉમેદવારીને ટેકો આપશે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો, “હજુ પણ ઘણો સમય બાકી છે. વાન્સ, અમારી પાસે ઘણા સારા વિકલ્પો છે, તે બધા ખૂબ સારા છે.” રિપબ્લિકન ઉમેદવારો તરીકે આગામી યુએસ પ્રમુખપદની ચૂંટણી માટે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને અગ્રણી માનવામાં આવે છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આયર્લેન્ડની મુલાકાતે હતા. ત્યાંથી પાછા ફરતી વખતે, એરફોર્સ વનમાં, ટ્રમ્પે કહ્યું, “કેનેડા સાથે વ્યવહાર કરવો એ સૌથી મુશ્કેલ ભાગ છે, પરંતુ તેઓ અમારી સાથે વ્યવહાર કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.” અમેરિકા અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વેપાર સોદાઓને લઈને તણાવ વધી રહ્યો છે. મધ્ય પૂર્વ અંગે, ટ્રમ્પે કહ્યું કે તેમને કોઈ પરવા નથી કે અન્ય ગલ્ફ દેશો ઈરાન સાથે જાડાણ કરી રહ્યા છે.








































