ચીને એક વખત ફરી ભારતને ધમકાવવાની કોશિશ કરી છે. ચીનની આર્મીએ ભારત સાથે જોડાયેલી સીમા પર બોમ્બર પ્લેન તૈનાત કર્યા છે કે જે ઝ્રત્ન-૨૦ લોન્ગ રેન્જ મિસાઈલ સાથે સજ્જ છે. આ મિસાઈલની રેન્જ છેક દિલ્હી સુધીની છે. પીપુલ્સ લિબરેશન આર્મીની વાયુસેનાની ૭૨મી એનિવર્સિરી પર ચાઈના સેન્ટ્રલ ટેલિવિઝને હિમાલયની પાસે ઉડાન ભરી રહેલા H-6K બોમ્બર્સ પ્લેનના ફુટેજ પણ બહાર પાડ્યા હતા. સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટના જણાવ્યા મુજબ, બેઈજિંગ નજીક તૈનાત રહેનાર પોતાના ફાઈટર જેટ્‌સને પણ ચીને શિનજિંયાંગ વિસ્તારમાં શિફ્ટ કર્યા છે. આ વિસ્તાર પણ એ જગ્યાની નજીક છે, જ્યાં ભારત અને ચીનની વચ્ચે વિવાદ છે.
સૈન્ય નિષ્ણાતે કહ્યું છે કે બોમ્બર એરક્રાફટ અને તેની CJ-20મિસાઈલોની રેન્જમાં દિલ્હી પણ આવે છે. તે સીધી રીતે ભારત માટે ચેતવણી છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીનની સેના ભારતની રાજધાનીથી વધુ રેન્જમાં આવનારા એરબેઝને ટાર્ગેટ કરવાનો સારો વિકલ્પ ગણાશે. ચીન રહેણાંક વિસ્તાર પર હુમલો કરવા માંગતુ નથી, આ સંજોગોમાં તે પોતાની લોન્ગ રેન્જ મિસાઈલથી દિલ્હીને નિશાન બનાવવા નહિ માંગે.
ચાલુ વર્ષે જૂનમાં ચીને ઘણા દિવસો સુધી લદ્દાખની નજીક પોતાના વિસ્તારમાં સ્ટીલ્થ બોમ્બ જેટ એચ-૨૦નો ટેસ્ટ કર્યો હતો. તે જેટ રડારની રેન્જમાં આવ્યા વગર ટાર્ગેટ કરવાની ક્ષમતા રાખે છે. મિલિટ્રી એક્સપર્ટના જણાવ્યા મુજબ આ સ્ટીલ્થ બોમ્બર ઘણી આધુનિ ટેકનિકોથી લેન્સ છે. તે પરમાણુ હુમલો કરી શકે છે કે નહિ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.