ચીન દ્વારા ફરી ભારતની ઉશ્કેરણી કરવામાં આવી રહી છે અને તેની નકારાત્મક પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી છે અને હવે પૂર્વ લદ્દાખ સીમા પાસે ચીન દ્વારા ફ્રન્ટલાઈન વિમાનો ગોઠવી દેવામાં આવતા ભારતીય સેનાને હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતિ નો મુકાબલો કરવા માટે સક્ષમ છે અને પરિસ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
સત્તાવાર અહેવાલોમાં જણાવ્યા મુજબ ચીન દ્વારા બે ડઝનથી વધુ પ્રાચીન વિમાનો ની ગોઠવણી કરવામાં આવી છે અને એમ કરીને ફરીથી ભારતની ઉશ્કેરણી કરવામાં આવી છે. આ પહેલા ચીન એ મીઞ૨૧ શ્રેણીના ફાઈટર વિમાનો ની ગોઠવણી કરી હતી અને પોતાની ટુકડીઓ એરપોર્ટ પાસે જઈને વાત કરી દીધી હતી પરંતુ હવે તેમને વધુ સક્ષમ અને વધુ આધુનિક ફાઈટર વિમાનો પુરા પાડવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં આ પ્રકારના વિમાનો ગોઠવી દેવામાં આવ્યા છે ત્યારે ભારતીય સેનાને હાઇ એલર્ટ આપવામાં આવ્યા બાદ સેનાના જવાનો ૨૪ કલાક પરિસ્થિતિ પર બાજનજર રાખી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા થોડા દિવસ પહેલાં જ અહેવાલ આપવામાં આવ્યો હતો કે ચીનની હરકતો વધી રહી છે અને ભારતીય ક્ષેત્રમાં ચીનની ઘૂસણખોરી ચિંતા ઉપજાવે તેવી છે અને તેના દ્વારા સતત ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. ભારતીય એજન્સીઓએ ચીનની સેના ની દરેક હરકત અને પ્રવૃત્તિ પર નજર રાખવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે અને ૨૪ કલાક જવાનો નજર રાખી રહ્યા છે. કોઈપણ જાતનું અડપલું અને ભારે પડી શકે છે અને આ પહેલા પણ ભારતીય જવાનોએ ચીનના સૈનિકો સામે જારદાર ટક્કર લીધી હતી અને ઘૂસણખોરીનો પ્રયાસ અટકાવી દીધો હતો.