ચીન એલન મસ્કના સેટેલાઇટ સ્ટારલિંકના નેટવર્કથી ડરી ગયું છે. હવે તે સ્ટારલિંકના નેટવર્કને નષ્ટ કરવા માટે નવી ટેક્નોલોજીની શોધ શરૂ કરી દીધી છે. ચીનને ડર છે કે આ સેટેલાઈટ અમેરિકાની સેનાને મદદ કરી શકે છે, જે તેના માટે જાખમી બની જશે.
સાઉથ ચાઇના મો‹નગ પોસ્ટ અનુસાર, બેઇજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેકિંગ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ અને ચીનના સંરક્ષણ ઉદ્યોગ સ્ટારલિંક સેટેલાઇટને જ્યારે જરૂર પડે ત્યારે નિષ્ફળ બનાવવા માટેની શોધ કરી રહ્યું છે. સંશોધકોએ એક અભ્યાસ પ્રકાશિત કર્યો છે.
આ અભ્યાસમાં કહેવાયું છે કે જા રાષ્ટ્રિય સુરક્ષા માટે ખતરો હોય તો એલન મસ્કની સ્ટારલિંકને નષ્ટ કરવામાં આવશે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્ટારલિંક સેટેલાઇટને નિષ્ફળ કરવા માટે ટેક્નોલોજી બનાવવામાં આવી રહી છે. સંશોધકો કહે છે કે આવી જ એક સિસ્ટમ બનાવવામાં આવશે જે સ્ટારલિંકની એક્ટિવિટીને ટ્રેક અને મોનિટર કરશે.
ચીનને આશંકા છે કે આ ઉપગ્રહ અમેરિકાની સેનાને મદદ કરી શકે છે. સ્ટારલિંક અમેરિકન ડ્રોન્સ અને સ્ટેલ્થ ફાઈટર જેટની ડેટા ટ્રાન્સમિશન સ્પીડને ૧૦૦ ગણી વધારી શકે છે.
એલન મસ્કની કંપની સ્પેસ એક્સે સ્ટારલિંક સેટેલાઈટનું એક નેટવર્ક બનાવ્યું છે. જેમાં હજારો નાના-નાના સેટેલાઈટ છે, જે ઘરતીનાં લો અર્થ ઓરબિટમાં રહેલું છે. જે સેટેલાઈટ ઈન્ટરનેટની સુવિધા આપે છે.
હાલમાં જ રશિયાની રોસ્કોસ્મોસ અંતરિક્ષ એજન્સીના પ્રમુખ દિમિત્રી રોગોજિને મસ્કને ધમકી આપી હતી. ખરેખરમાં, ફેબ્રુઆરીમાં રશિયાની સેનાએ યુક્રેનમાં ઈન્ટરનેટની સુવિધા નષ્ટ કરી દીધી હતી. ત્યારબાદથી જ મસ્કની કંપની સ્પેસએક્સ યુક્રેનમાં ઈન્ટરનેટ સુવિધા પુરી પાડી રહી છે અને સૈનિકેને મદદ કરી રહી છે. ત્યારબાદથી ટેસ્લાના CE મસ્કને યુદ્ધની વચ્ચે યુક્રેનની મદદ કરવા બદલ રશિયા તરફથી ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.