(એ.આર.એલ),બીજીંગ,તા.૩૦
ચીન પોતાની હરકતોથી હટી રહ્યું નથી. હવે અમેરિકન અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે ચીન સરકાર સાથે જાડાયેલા હેકર્સે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પ અને જમાઈ જેરેડ કુશનરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે, હેકર્સ મોટા પાયે ‘સાયબર જાસૂસી અભિયાન’ ચલાવી રહ્યા છે, જે રિપÂબ્લકન અને ડેમોક્રેટિક બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓને અસર કરી રહ્યા છે.
આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકામાં ૫ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. કેટલાક સૂત્રોને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેકર્સ એરિક ટ્રમ્પ અને જેરેડ કુશનરના કોલ અને મેસેજના ડેટાને નિશાન બનાવી રહ્યા છે. ડઝનેક લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે.
આ સિવાય હેકર્સ દ્વારા જે લોકો પર નજર રાખવામાં આવી રહી છે તેમાં ભૂતપૂર્વ રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના રનિંગ મેટ જેડી વેન્સ અને હેરિસ-વોલ્ઝ અભિયાન સાથે જાડાયેલા લોકોનો સમાવેશ થાય છે. વધુમાં, સેનેટના બહુમતી નેતા ચક શૂમરના સ્ટાફ સહિત અગ્રણી ડેમોક્રેટ્સને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. હેકર્સે કઈ માહિતી મેળવી છે તે હજુ સ્પષ્ટ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન અધિકારીઓના ફોન કોમ્યુનિકેશનને હંમેશા વિદેશી જાસૂસો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
એફબીઆઈ અને સાયબર સુરક્ષા એજન્સી સીઆઈએસએ જણાવ્યું હતું કે તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે, જેમાં ચીની હેકર્સ દ્વારા યુએસ ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક્સમાં અનધિકૃત ઍક્સેસ મેળવવાનો પ્રયાસ સામેલ હતો. અસરગ્રસ્ત કંપનીઓને સૂચિત કર્યા પછી અને સહાય પૂરી પાડ્યા પછી,એફબીઆઇ અને સીઆઇએસએ એ તપાસ ઝડપી કરી. ન્યૂયોર્ક ટાઈમ્સે આ ઘટના અંગે સૌપ્રથમ અહેવાલ આપ્યો હતો અને અહેવાલ આપ્યો હતો કે ચીનની હેકિંગ ઝુંબેશના ભાગરૂપે છેલ્લા કેટલાક મહિનામાં ઘણી અમેરિકન ટેલિકોમ્યુનિકેશન કંપનીઓને નિશાન બનાવવામાં આવી છે.
નિષ્ણાતોનું માનવું છે કે આ હેકર્સ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જાડાયેલી સંવેદનશીલ માહિતી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. હેકર્સે એટીએન્ડટી જેવી મોટી યુએસ ટેલિકોમ કંપનીઓને નિશાન બનાવી છે. જા કે ચીનની સરકારે આ આરોપોને ફગાવી દીધા છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ચીન, ઈરાન અને રશિયા અમેરિકી ચૂંટણીના વિવિધ પાસાઓને પ્રભાવિત કરવા અથવા તેના પર નજર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુએસ ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, ચીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નોંધપાત્ર દખલગીરી કરી નથી, પરંતુ સોશિયલ મીડિયા પ્રચાર દ્વારા ઓછામાં ઓછી ૧૦ અન્ય ચૂંટણી રેસને નિશાન બનાવી છે.