બે વર્ષમાં, ચીનમાં સ્ત્રો અને ડ્રોન પ્રોજેક્ટ્‌સમાં સામેલ આઠ વૈજ્ઞાનિકોની શંકાસ્પદ સંજાગોમાં હત્યા કરવામાં આવી છે. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે અમેરિકાએ પોતાના જ ૧૦ વૈજ્ઞાનિકોની શંકાસ્પદ હત્યાઓની તપાસ શરૂ કરી છે. ચીન અને અમેરિકા વિશ્વ મહાસત્તા છે. પરિણામે, બંને દેશો વિશેના આવા અહેવાલોએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું વૈજ્ઞાનિકોની હત્યાને લઈને બંને દેશો વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે.
ન્યૂઝવીક મેગેઝિન અનુસાર, ૨૦૨૩ થી ૨૦૨૫ દરમિયાન, ચીનમાં સ્ત્રો અને ડ્રોન ટેકનોલોજી સાથે સંકળાયેલા આઠ વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા. આમાંથી ત્રણ વૈજ્ઞાનિકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.
કયા ચીની વૈજ્ઞાનિકોનું મૃત્યુ થયું?
ઝાંગ ઝિયાઓકિસન – અવકાશ દેખરેખ કાર્યક્રમમાં સામેલ ઝાંગનું ૨૦૨૪ માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સુધી જાહેર થયું નથી.
ફેંગ ડેનિંગ – તેમનું ૨૦૨૪ માં આફ્રિકાના પ્રવાસ દરમિયાન મૃત્યુ થયું. તેઓ તાઇવાન સામે ખૂબ જ આક્રમક હતા. તેઓ ડાયઇંગ હાઇપરસોનિક્સ પ્રોજેક્ટમાં સામેલ હતા.
લી મિન્યોંગ – મિન્યોંગનું ૨૦૨૫ માં અચાનક અવસાન થયું. તેઓ બાયોમેડિકલ કેમિસ્ટ્રી પ્રોજેક્ટમાં સામેલ હતા. મિન્યોંગ માત્ર ૪૯ વર્ષના હતા.
ડ્રોન ટેકનોલોજી પ્રોજેક્ટમાં સામેલ લિયુ ડોંગહાઓ – લિયુનું ૨૦૨૪ માં અકસ્માતમાં અવસાન થયું. ડોંગહાઓ ૫૧ વર્ષના હતા.
ઝાંગ ડાઇબિંગ – ઝાંગનું ૨૦૨૩ માં શંકાસ્પદ સંજાગોમાં અવસાન થયું. તેઓ ચીનમાં ડ્રોન ટેકનોલોજી પ્રોજેક્ટમાં સામેલ હતા.
યાન હોંગ – યાન હોંગનું ૨૦૨૪ માં એક અજાણી બીમારીથી અવસાન થયું. યાન હાઇપરસોનિક મિસાઇલોના વિકાસ પર કામ કરી રહ્યા હતા.
ઝોઉ ગુઆંગયુઆન – તેમનું પણ ૨૦૨૩ માં એક અજાણી બીમારીથી અવસાન થયું. તેઓ એક અદ્યતન રસાયણશા† પ્રોજેક્ટમાં સામેલ હતા.
ફોક્સ ન્યૂઝે થોડા દિવસો પહેલા અહેવાલ આપ્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦ યુએસ વૈજ્ઞાનિકોના શંકાસ્પદ સંજાગોમાં મૃત્યુ થયા છે. વ્હાઇટ હાઉસે આ બાબતની નોંધ લીધી અને તપાસની જાહેરાત કરી. છેલ્લા ત્રણ વર્ષમાં મૃત્યુ પામેલા તમામ ૧૦ યુએસ વૈજ્ઞાનિકો પરમાણુ પ્રોજેક્ટ્‌સમાં સામેલ હતા.
ચીન કે અમેરિકા બંને આ વૈજ્ઞાનિકોના મૃત્યુ અંગે કોઈ નિવેદન જારી કરી રહ્યા નથી. રસપ્રદ વાત એ છે કે, મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.