ચીનની આર્થિક અસ્થિતિ ખરાબ હોવા છતાં રાષ્ટ્રપતિ જિનપિંગ લાકડાઉનનો નિર્ણય એટલા માટે લઈ રહ્યા છે કેમ કે, તેમને ઓક્ટોબરમાં યોજોનારી ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના અધિવેશનમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટાઈ જવાની વધારે ચિંતા છે. જિનપિંગ સારી રીતે જોણે છે કે લાકડાઉનથી આર્થિક અસ્થિતિ બગડી છે. લોકો ઘરોમાં કેદ છે. બેરોજગારીનો દર ૫ ટકાથી વધુ છે. જિનપિંગ વિચારી રહ્યા છે કે, કોરોના સંક્રમણના વધુ કેસ નોંધાશે તો તેમણે લોકોના રોષનો સામનો કરવો પડશે. શાંઘાઈમાં સોમવારે પણ ૮ હજોર નવા કેસ નોંધાયા હતા.
રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઝીરો કોવિડ પોલિસી હવે ચીન માટે જ મુશ્કેલી ઊભી કરી રહી છે. ગત બે મહિનાથી ચીનનાં ૨૬ શહેરોની લગભગ ૪૦ કરોડની વસતી આંશિક તથા પૂર્ણ લોકડાઉનમાં છે. જલદી લાકડાઉનનો અંત આવવાના કોઈ સંકેત ન હોવાના કારણે ચીનમાં રજિસ્ટર્ડ લગભગ સાડા ૧૦ લાખ વિદેશી કંપનીઓ અને ઈન્વેસ્ટરોમાંથી ૨૩ ટકા એટલે કે ૨.૪૧ લાખે પેકઅપનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. એટલે કે આ કંપનીઓ ચીનમાંથી પોતાનો બિઝનેસ સમેટી લેવાની છે. લોકડાઉન સહન કરી રહેલા ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં જ લગભગ ૭૦ હજોર વિદેશી ઈન્વેસ્ટર આધારિત કંપનીઓ છે.
તેમાં લગભગ અડધીથી વધુ કંપનીઓએ તેનો બિઝનેસ સમેટી પણ લીધો છે. બે મહિનાથી તમામ વિદેશી કંપનીઓ પર તાળાં છે. રાજધાની બેઈજિંગમાં પણ લગભગ ૩૫ હજોર વિદેશી કંપનીઓ છે જેમાંથી લગભગ ૧૦ હજોર વિદેશી કંપનીઓ તેમનો બિઝનેસ સંપૂર્ણપણે સમેટી ચૂકી છે. ચીનની સપ્લાય લાઈન લાકડાઉનને લીધે સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. વર્લ્‌ડ બેન્કે પણ ચીનના આર્થિક વિકાસદરના અનુમાનને ઓક્ટોબર ૨૦૨૧ના ૫.૫ ટકાથી એપ્રિલ ૨૦૨૨માં ઘટાડી ૪.૪ ટકા કરી દીધો છે.
ચીનમાં અસ્થિત અમેરિકી અને યુરોપિયન ચેમ્બર ઓફ કોમર્સ અનુસાર ગત બે મહિનામાં ૫૩૮ વિદેશી કંપની ચીનમાંથી નીકળી ચૂકી છે. તેમાંથી મોટા ભાગે દક્ષિણ પૂર્વ એશિયાના દેશ જેવા કે સિંગાપોર, વિયેતનામ અને હોંગકોંગ છે. ચીનમાં લાકડાઉન અને જિનપિંગ સરકારના આદેશને કારણે આ દક્ષિણ-પૂર્વ દેશોએ ચીનથી શિફ્ટ થનારી કંપનીઓને ટેક્સ અને અન્ય પ્રકારની રાહત પણ આપી છે. યુરોપિયન ચેમ્બરના સ્ટીવ લ્યૂક અનુસાર ભારત અને બાંગ્લાદેશમાં પણ સંભાવનાઓ ચકાસવામાં આવી રહી છે.
ચીનમાં લોકડાઉનના કારણે એપલને ૬૨ હજોર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એક રિપોર્ટ અનુસાર એપલ ચીન પર ઉત્પાદનની નિર્ભરતાને ખતમ કરવા હવે ભારતમાં આઈફોન બનાવી શકે છે. એક રિપોર્ટ મુજબ લાકડાઉનને કારણે ભારતનો ચીન સાથે વેપાર સંતુલન ગત વર્ષની તુલનાએ વધી ગયું છે. ૨૦૨૧માં ભારતનો ચીન સાથે વેપાર સંતુલન જ્યાં ૩.૪૧ લાખ કરોડ રૂ. હતું જે ૨૦૨૨માં અત્યાર સુધી વધી ૫.૪૬ લાખ કરોડ રૂપિયા થયું હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.