ચીનના સૌથી વૃદ્વ મહિલા અલીમિહાન સેયતીનું ૧૩૫ વર્ષની વયે શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત ક્ષેત્રમાં અવસાન થયું છે. સ્થાનિક અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. દેશના પ્રચાર વિભાગ અનુસાર, સેતીનો જન્મ ૨૫ જૂન, ૧૮૮૬ના રોજ થયો હતો, તે કાશગર પ્રાંતમાં શુલે કાઉન્ટીમાં કોમક્સરિક ટાઉનશિપમાં રહેતી હતી.
સિન્હુઆ ન્યૂઝ એજન્સીના સમાચાર અનુસાર, ‘ચાઈના એસોસિએશન ઓફ જેરોન્ટોલોજી એન્ડ
ગેરિયાટ્રિર્ક્સ દ્વારા જોહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ૨૦૧૩માં તે દેશની સૌથી વૃદ્ધ વ્યક્તિની યાદીમાં ટોચ પર હતી. ગુરુવારે તેમનું અવસાન થયું હતું. સેતીનું તેમના મૃત્યુ સુધી ખૂબ જ સરળ અને નિયમિત દૈનિક જીવન હતું. તેણી હંમેશા સમયસર ખાતી અને તેના આંગણામાં સૂર્યસ્નાન કરવાની મજો લેતી. આટલી લાંબી ઉંમર પછી પણ તેઓ પૌત્ર-પૌત્રીઓની સંભાળમાં મદદ કરતા જોવા મળ્યા હતા. પરિજનોએ પણ તેમના મૃત્યુનું કારણ કુદરતી હોવાનું જણાવ્યું છે.
ગયા વર્ષે તેમના ૧૩૪મા જન્મદિવસે તેમણે ઘણા ઇન્ટરવ્યુ આપ્યા હતા. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે તે વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. તેણી મૃત્યુ સુધી મિત્રો સાથે કોઈની મદદ વગર ફરતી હતી. તે કહેતી હતી કે તેના આટલા વર્ષો જીવવા પાછળ તેની સંસ્કૃતિ અને પર્યાવરણ છે