ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સાથે જોડાયેલા ત્રણ રસ્તાઓની પહોંળાઈ વધારવાને સુપ્રીમ કોર્ટે દેશની સુરક્ષાની રીતે મહત્વની વાત માની છે. પ્રોજેક્ટની વિરુદ્ધ એક દ્ગર્ય્ંની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે દેશની સુરક્ષા પહેલી પ્રાથમિકતા છે. હાલમાં સીમા પર થયેલી ઘટનાને જોતા આ વાતની અવગણના ન કરી શકાય. કોર્ટે કહ્યું કે અમે ઈચ્છતા નથી કે ભારતીય સૈનિક ૧૯૬૨ની સ્થિતિમાં હોય, જોકે રક્ષા અને પર્યાવરણ બંનેની જરૂરિયાત સંતુલિત હોવી જોઈએ.
કેન્દ્રએ ચીન સીમા સુધીના રસ્તાઓને ૧૦ મીટર પહોંળા કરવા માટે સુપ્રીમ કોર્ટમાંતી મંજૂરી માંગી છે. જ્યારે એક દ્ગર્ય્ં રસ્તાને પહોળો કરવાની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે પહાડી વિસ્તારમાં ઝાડની કાપણી થવાથી ભૂસખ્લનની ઘટનાઓ વધી રહી છે. હાલ સુપ્રીમ કોર્ટના સપ્ટેમ્બર ૨૦૨૦ના આદેશ મુજબ આ રસ્તાઓની પહોંળાઈ ૫.૫ મીટરથી વધુ ન હોઈ શકે.
કેન્દ્રએ બે દિવસ પહેલા કોર્ટમાં એક સીલબંધ કવર ફાઈલ કર્યું હતું. તેમાં ચીન તરફથી કરવામાં આવેલા કન્સ્ટ્રક્શનની તસ્વીરો હતી. સરકાર તરફથી અર્ટોની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે ચીન તરફથી હવાઈ પટ્ટી, હેલીપેડ, ટેન્કો, સૈનિકો માટે બિÂલ્ડંગ્સ અને રેલવે લાઈનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ટેન્ક, રોકેટ લોન્ચર અને તોપ લઈ જતી ટ્રકોએ આ રસ્તાઓ પરથી પસાર થવું પડી શકે છે. આ કારણે રસ્તાની પહોળાઈ ૧૦ મીટર હોવી જોઈએ.
એનજીઓ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કોલિન ગોંજોÂલ્વસે તર્ક આપ્યો કે રસ્તાનો વાસ્તવિક ઉદેશ્ય તીર્થયાત્રા છે.
સૈન્ય ઉપકરણોની અવર-જવર નહિ. આ રસ્તાઓ સીમાથી ૧૦૦ કિમી દૂર છે અને તેને સીમા સાથે કોઈ લેવાદેવા નથી. હિમાલયન રેન્જની પહાડી નવી અને નાજુક છે. ૫.૫ મીટર પહોંળાઈનો નિયમ હટવાથી ઈકોસિસ્ટમ પર ખરાબ અસર પડશે.
ચારધામ પ્રોજેક્ટનો ઉદેશ્ય તમામ મોસમમાં પહાડી રાજ્યના ચાર પવિત્ર સ્થળો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને જોડવાનો છે. આ પ્રોજેક્ટ પુરો થઈ ગયા પછી દરેક મોસમમાં ચાર ધામની યાત્રા થઈ શકશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૯૦૦ કિલોમીટર લાંબા રોડનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યાર સુધી ૪૦૦ કિમી રસ્તાને પહોળો કરવામાં આવ્યો છે.
ભૂસ્ખ્લનના ખતરાને જોતા કોર્ટે ૨૬ સભ્યોની કમિટીની રચના કરી હતી. તેમને સેનાની માંગ પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. કમિટીએ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ પોતાનો રિપોર્ટ આપ્યો. તેમાં કેન્દ્ર અને સેનાની ઈચ્છા મુજબ ચાર ધામ પરિયોજનાના રસ્તાઓ માટે ૭ મીટરની ડબલ-લેન કેરિજવે પહોંળાઈની મંજૂરી આપવામાં આવી હતી.જોકે કમિટીના અધ્યક્ષ રવિ ચોપડા સહિત પેનલના ચાર સભ્યોએ રસ્તાઓ પહોંળા કરવા મામલે અસહમતિ વ્યક્ત કરી હતી. તેમણે ૫.૫ મીટરની પહોંળાઈ બાબતે કોઈ ફેરફાર ન કરવાની ભલામણ કરી હતી.