ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ ઘેબ્રેયસસે યુરોપિયન નેતા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું છે કે કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાંથી ફેલાયો હતો. ડેઈલી મેલના અહેવાલ મુજબ, તેમને આશંકા છે કે વુહાન લેબમાં અકસ્માતને કારણે વાયરસ ફેલાયો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઉૐર્ં હંમેશા આ હકીકતને જાહેરમાં સ્વીકારવાનું ટાળે છે.
જાકે ડેઈલી મેલે તે વરિષ્ઠ યુરોપિયન રાજકારણીનું નામ જાહેર કર્યું નથી જેની સાથે ગેબ્રેયેસિસે ખાનગી ચર્ચામાં સ્વીકાર્યું હતું કે વાયરસ ચીનની વુહાન લેબમાંથી ફેલાયો હોઈ શકે છે. જ્યારે થોડા દિવસો પહેલા ડબ્લ્યુએચઆના ડાયરેક્ટર જનરલે જાહેરમાં કહ્યું હતું કે આ વાયરસ ક્યાંથી આવ્યો અને મનુષ્યમાં કેવી રીતે આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. વાયરસના મૂળને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી ભવિષ્યમાં આવા રોગચાળાને ટાળી શકાય.
ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલે કહ્યું કે કોરોના વાયરસના મૂળને નૈતિક રીતે શોધી કાઢવાની જવાબદારી અમારી છે. તેને જાણવામાં જેટલો લાંબો સમય લાગે છે, તેના વિશે સમજવું તેટલું મુશ્કેલ બને છે. આ જવાબદારી કોરોના સંક્રમિત લોકો, જીવ ગુમાવનારા લોકો અને તેમના પરિવારો પ્રત્યે છે.
તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં,ડબ્લ્યુએચઓ દ્વારા ૨૦૨૧માં રચવામાં આવેલી નિષ્ણાત પેનલે જણાવ્યું હતું કે કોરોના ચેપની શરૂઆત વિશે જાણવા માટે કોઈ મહત્વપૂર્ણ ડેટા ઉપલબ્ધ નથી. જા કે, એવી પણ આશંકા છે કે વાયરસ ચામાચીડિયામાંથી માણસોમાં આવ્યો હોઈ શકે છે. ડબ્લ્યુએચઓ નિષ્ણાતો એ મુદ્દો ઉઠાવી રહ્યા છે કે ચીન કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસમાં સહયોગ નથી કરી રહ્યું.