ચીનના લિયાઓનિંગમાં એક દુઃખદ અકસ્માત થયો છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી ૨૨ લોકોના મોત થયા છે. આગમાં ઓછામાં ઓછા ૩ લોકો ઘાયલ થયા છે. આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આગ લાગ્યા બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. ઇમારતની બારીઓ અને દરવાજામાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી.
આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. રેસ્ટોરન્ટની આસપાસની ઇમારતો ખાલી કરાવી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આગ રેસ્ટોરન્ટના રસોડામાં લાગી હતી. લિયાઓનિંગ અગાઉ એક મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર હતું. હાલમાં, વસ્તીના સ્થળાંતરને કારણે તે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ચીનમાં આગના અકસ્માતો વારંવાર બનતા રહે છે. કર્મચારીઓ સામાન્ય રીતે તાલીમના અભાવે અથવા તેમના ઉપરી અધિકારીઓના દબાણને કારણે સલામતી સુવિધાઓની અવગણના કરે છે.
તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં જ ઉત્તર ચીનના હેબેઈ પ્રાંતમાં એક ન‹સગ હોમમાં આગ લાગી હતી. આમાં ઓછામાં ઓછા ૨૦ લોકોનું દર્દનાક મૃત્યુ થયું. આ વર્ષે જાન્યુઆરીમાં ચીનના હેબેઈ શહેરના ઝાંગજિયાકોઉમાં એક ખાદ્ય બજારમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા અને ૧૫ અન્ય ઘાયલ થયા હતા.