સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામે આર્મીની ટ્રેનિંગ પરિપૂર્ણ કરી પોતાના માદરે વતન આવતાની સાથે દરેક સમાજના અગ્રણીઓ તેમજ બાળકો તેમજ મહિલાઓ દ્વારા જીતુભાઈ ભરતભાઈ ખીમસુરીયાને ફુલહારથી સન્માનિત કરી ગામમાં ડીજે સાથે મિત્ર વર્તુળ સર્કલે ઉપસ્થિત રહી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ ગામના અગ્રણીઓ, યુવાનો, શાળાના બાળકો અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ તેમજ ગામના વડીલો દ્વારા યુવાનને શાલ ઓઢાડીને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.