અમરેલી દ્વારા ૦૬ થી ૧૪ વર્ષ સુધીના વયજૂથના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાના ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન થશે. અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી કચેરીનાં બ્લોગ એડ્રેસ dydoamreli.blogspot.com પરથી અથવા કચેરી પરથી રુબરુ મેળવી શકાશે. વિદ્યાર્થીએ પોતાની અરજી તૈયાર કરી ઉંમર આધાર પુરાવા(આધાર કાર્ડ/જન્મ તારીખનો દાખલો) પોતાનું નામ સરનામું, મોબાઇલ નંબર, ઈ-મેઈલ આઈ.ડી વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ અરજીઓ તા.૧૫ ઓક્ટોબર બપોરના ૧૨ઃ૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રુમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલીને મોકલવી.