અમરેલી તાલુકાના ચિત્તલ નજીક એસ.ટી.બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈકચાલક ઈજાગ્રસ્ત થયો હતો. અમરેલી તાલુકાના ચિત્તલ ગામ નજીક ભીલા-ભીલડી ગામ પાસે એસ.ટી.બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમરેલી-કૃષ્ણનગર રૂટની બસ ચાલકે બાઈક ચાલકને હડફેટે લીધો હતો. જેમાં બાઈકચાલક વિપુલ મેરીયા(ઉ.વ.૩૯)નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાઈકચાલક યુવક બાબરાથી અમરેલી તરફ આવી રહ્યો હતો. ઈજાગ્રસ્ત બાઈકચાલકને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.