ચિત્તલ ગામે રહેતા વિપુલભાઈ ઉર્ફે બુચીયો ભલાભાઈ વાળા (ઉ.વ.૧૩)એ વિપુલભાઈ મુળજીભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમના ગામના સ્મશાનમા લીમડા નીચે બાકડા ઉપર બેઠા હોય તે વખતે તે જ ગામનો આરોપી વિપુલભાઇ તેની પાસે આવ્યો હતો અને ગામમાં આવ તથા મારી બાઇક પાછળ બેસી જા તેમ કહ્યું હતું. જેથી તેમણે બેસવાની ના પાડતા બે લાફા મારી ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમને આરોપીની બીક લાગવાથી પોતે પોતાના ઘરમાં પડેલ ફિનાઇલની બોટલ પી જતા ઉલ્ટી ઉબકા થતા સારવાર અર્થે ખસેડ્‌યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે.ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.