અમરેલી તાલુકાના ચિત્તલ ગામે એક ચકચારભરી ઘટના બની હતી. નિષ્ઠુર જનેતાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પાઇને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવ અંગે પતિએ જ પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. ચિત્તલમાં નૈમી ચારણ્ય ગૌશાળા નદીના કાંઠે રહેતા તુષારભાઈ ભરતભાઈ સાવલીયા (ઉ.વ.૩૮)એ પત્ની કાજલ સામે તેમના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પાઈને મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર ડી.બી.ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.