અમરેલી તાલુકાના ચિત્તલ ગામના ખૂનનો આરોપી હરપાલસિંહ અજીતસિંહ સરવૈયા રહે. ચિત્તલવાળાને હાઈકોર્ટ દ્વારા તા.ર૭/૧/ર૦૧૬ના રોજ વચગાળાના જામીન મળતા મુક્ત થયેલ હતો. આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં હાજર થવાનુ હતું પરંતુ આરોપી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ જતા અમરેલી એલસીબીએ ટેકનીકલ સોર્સને આધારે ભુજ ખાતેથી ઝડપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.