ચિત્તલ ખાતે વિદ્યાસભા ટ્રસ્ટ દ્વારા બિપીનભાઈ દેસાણીના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સદસ્ય સુરેશભાઈ પાથર રહ્યાં હતા. કેમ્પનો પ્રારંભ લુણકી ખોડીયાર મંદિરના મહંત બટુકગીરી મહારાજે કરાવ્યો હતો. કેમ્પમાં આંખ અને દાંતના દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. જેમાં ૩ર દર્દીઓને રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખોડલધામ સમાધાન મંચના મનુભાઈ દેસાઈ, સુખદેવસિંહ સરવૈયા, જે.બી.દેસાઈ, અશ્વિનભાઈ ત્રિવેદી સહિતનાઓ હાજર રહ્યાં હતા.