અમરેલી તાલુકાનાં ચિતલ ગામે ચિતલ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી. વાર્ષિક સાધારણ સભામાં સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી ખાસ ઉપસ્થીત રહ્યા હતા. દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, સહકારી પ્રવૃત્તિ, વ્યવસાય અને ખેતી સાથે જોડાયેલ અભિન્ન અંગ છે. સહકાર, પશુપાલન,કૃષિ સહિતની પ્રવૃત્તિ દ્વારા ખેતી અને ખેડૂત વિકાસશીલ બની જાય છે. સહકારી પ્રવૃત્તિમાં સામેલ થવા અપીલ કરી હતી. જયેશભાઈ નાકરાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં કૃષિ અને પશુપાલનની વિવિધ યોજનાઓનો બહોળો લાભ ઉઠાવવા જણાવ્યું હતું. આ તકે અશ્વિનભાઈ સાવલીયા, હિરેનભાઈ હિરપરા, સંજયભાઈ લીંબાસીયા, જગદીશભાઈ દેસાઈ સહિત સભાસદ ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહ્યાં હતાં.