અમરેલીના ચિતલ ગામે વાડીએ રહેતા એક પરપ્રાંતિય દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને લઈ પતિએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પીધી હતી.
બનાવ અંગે મધ્યપ્રદેશના જોબટ તાલુકાના મગનભાઈ પ્રેમસિંગભાઈ વસુનીયા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ તેમને તેની પત્ની સાથે બોલાચાલી થતાં મનમાં લાગી આવ્યું હતું.
જેથી કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.એસ.વાણીયા વધુ તપાસ કરી રહ્યા છે.
સાવરકુંડલામાં રહેતી એક મહિલાને તેના પુત્રએ ઉંચા અવાજે ઠપકો આપતાં મનમાં લાગી આવતાં કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી.